For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિશંકર ઐય્યરના ઘરે ડિનરમાં આટલા લોકો હતા, પૂરું લિસ્ટ

મણિશંકર ઐય્યરના ઘરે પાકિસ્તાની જનરલ સમેત કોણ કોણ આવ્યું હતું તેનું આખું લિસ્ટ જાણો અહીં. સાથે જ જાણે કેમ મણિશંકર ઐય્યરને તેમના ઘરે આ લોકોને બોલાવ્યા હતા. વિગતવાર જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં છેલ્લા સમયનું પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ તેનું છેલ્લું પત્તું મણિશંકર ઐય્યરના રૂપમાં મૂક્યું છે. રવિવારે પાલનપુર ખાતેની જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચોંકવનારું નિવેદન આપ્યું હતું. જેણે ગુજરાતના રાજકારણને ગરમાયું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાનને ભારે રસ છે. પીએમની રેલીમાં મોદીએ ખુદ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે નિલંબિત મણિશંકર ઐય્યરના ઘરે પાકિસ્તાની ઉચ્ચાયુક્તની એક ગુપ્ત બેઠક થઇ હતી. જેમાં તેમણે એહમદ પટેલ ગુજરાતના સીએમ બને તે મામલે રસ બતાવ્યો હતો. તે પછી ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી એક ખબર મુજબ પૂર્વ ભારતીય સેના પ્રમુખ, પૂર્વ વિદેશ સચિવ અને પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં કામ કરતા રાજકીય નેતાઓ ત્યાં આ પ્રસંગે હાજર હતા. ડિનરની સાથે આ બેઠક 6 ડિસેમ્બરે કોંગ્રેસ નેતા મણિ શંકર ઐય્યરના ઘરે દિલ્હીમાં યોજવામાં આવી હતી. આ સમયે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂર ભારત આવેલા હતા. કસૂરી દિલ્હી સ્થિત થિંક ટૈક અનંત દ્વારા આયોજીત વાર્તા "ધ ટર્નિંગ સ્ટેટ ઓફ ઇન્ડિયા- પાકિસ્તાન રિલેશન્સ"માં પોતાના વિચાર રાખવા માટે આવ્યા હતા.

Pakistan

ગેસ્ટ લિસ્ટ

સુત્રોના જણાવ્યા મુજબ ઐય્યરે દ્વારા આપવામાં આવેલા ડિનર અને ગેટ ટૂ ગેધરમાં પૂર્વ સેના પ્રમુખ દિપક કપૂર, પૂર્વ વિદેશ મંત્રી કે.નટવર સિંહ સામેલ હતા. આ સિવાય સલમાન હૈદર, ડીસીએ રાઘવન, શરત સભરવાલ, કે. શંકર બાજપાઇ અને ચિન્મય ઘરેખાન પણ હાજર હતા. બાજપાઇ, રાધવન, સભરવાલે પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં પોતાની સેવાઓ આપી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ આ ડિનરમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જનરલ કપૂર ભારતના 23માં આર્મી જનરલ છે. જે 2010માં રિટાયર થયા હતા. તે પણ અહીં હાજર હતા.

Congress

ગેટ ટૂ ગેધર

આ ડિનરમાં સામેલ જનરલ કપૂરે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ડિનરમાં હાજર લોકોમાં તે હોસ્ટ મણિશંકર ઐય્યર સમેત અન્ય ચાર લોકોના સંપર્કમાં આવ્યા હતા. ઐય્યરે કહ્યું હતું કે કસૂરીને જાણતા અને પાકિસ્તાનમાં ડિપ્લોમેટ્સ તરીકે કામ કરી ચૂકેલા લોકોનું આ ગેટ ટૂ ગેધર હતું. અને તેને દેશ કે રાજનિતી સાથે કોઇ લેવા-દેવા નહતા. તેમ છતાં હાલ આ જ વાતને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ ત્યાં સુધી કહ્યું કે મને નીચ કહેવા પહેલા મણિશંકર ઐય્યર આ પાકિસ્તાની વડાઓને મળ્યા હતા અને તે પછી જ આ વાત તેમણે મીડિયામાં કહી હતી.

English summary
Guest list of Mani Shankar Aiyar’s dinner gujarat election 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X