For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : આ દેશોથી આવનારા યાત્રીઓ માટે RT-PCR ફરજીયાત, પોઝિટિવ આવનારાને ક્વોરન્ટાઈન કરાશે

ચીન, અમેરિકા અને ફ્રાન્સ સહિતના દેશોમાં કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક રીતે વધી રહ્યા છે ત્યારે હવે ભારત સરકાર એક પછી એક મોટા પગલા ભરી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દુનિયામાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ચીન, અમેરિકા અને ફ્રાન્સ સહિતના દેશોમાં કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક રીતે વધી રહ્યા છે ત્યારે હવે ભારત સરકાર એક પછી એક મોટા પગલા ભરી રહી છે. પીએમ મોદીએ પણ સમીક્ષા બેઠક યોજી હતી અને હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

mansukh mandaviya

ભારત પહેલા કોરોનાને કારણે વધારે ભોગવી ચુક્યુ છે ત્યારે આ વખતે સરકાર પહેલેથી જ સજ્જ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં ભારત સરકારે ત્રણ હાઈલેવલ બેઠક યોજી છે અને દેશના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દેશના આરોગ્યમંત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી. T3 એટલે કે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ અપનાવવા પર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે, એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાશે. આ સિવાય ચીન સહિત પાંચ દેશોના પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવાોય છે.

મનસુખ માંડવિયાએ આગળ કહ્યું કે, ચીન, જાપાન, કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતી તમામ ફ્લાઈટના મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ સિવાય થર્મલ સ્કેનિંગ પણ કરાશે. અહીં તેમણે જણાવ્યુ કે, બીજા દેશમાંથી આવતા કોઈપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાશે તો તેને ક્વોરેન્ટાઈન કરાશે. અહીં મનસુખ માંડવિયાએ વેક્શિનક પર પણ ભાર મુક્યો અને કહ્યું કે, હવાઈ મુસાફરી કરતા તમામ મુસાફરો વેક્શિનેશન કરાવેલા હોવા જોઈએ.તમામ પેસેન્જર ફ્લાઇટમાં અને એન્ટ્રી પોઈન્ટ પર કોવિડ પ્રોટોકોલનું પાલન કરે અને માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે.

મનસુખ માંડવિયાએ આગળ જણાવ્યુ કે, કોઈપણ પ્રવાસીમાં કોરોનાના લક્ષણો જણાતા તેને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસાર આઈસોલેટ કરાશે. ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ પણ તેને આઈસોલેટ કરી સારવાર અપાશે. ફ્લાઇટમાંથી ઉતરતી વખતે તમામ પેસેન્જરોએ અંતર જાળવવાનું રહેશે. એરપોર્ટના એન્ટ્રી પોઈન્ટ પર તમામ મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરાશે અને RT-PCR ટેસ્ટ જરૂરી બનાવાશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન કોઈ યાત્રીમાં કોરોનાના લક્ષણો દેખાશે તો તેને આઈસોલેટ કરીને સારવાર માટે મોકલાશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના 2% મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ પણ કરવામાં આવશે.

અહીં મનસુખ માંડવિયાએ કહ્યું કે, ચીનમાં જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે તેને લઈને નિર્ણય લીધો છે કે ચીન, જાપાન, કોરિયા અને હોંગકોંગથી આવનારી તમામ ફ્લાઈટના યાત્રીઓનું થર્મલ સ્કેનિંગ કરાશે અને કોઈ કોરોના પોઝિટિવ મળશે તો તેને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

English summary
Guideline and quarantine rule for passengers coming from china, japan, hong kong
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X