For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી: EVM મામલે કોંગ્રેસની અરજી SCએ ફગાવી

વીવીપેટના મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરીની રાહ જોવાઇ રહી છે, ત્યારે એ પહેલાં કોંગ્રેસે મોટું પગલું ભર્યું છે. ગુજરાત કોંગ્રેસના સચિવે સુપ્રીમ કોર્ટમાં વીવીપેટની 25 ટકા પેપર ટ્રાયલ અને ઇવીએમ મત સાથે ક્રોચ ચેક કરવાની અરજી કરી છે. આ અંગે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. શુક્રવારે બપોરે 2 વાગ્યે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવી કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

supreme court

તાજેતરની જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની આ અરજી ફગાવી દીધી છે. કોંગ્રેસ પહેલી એવી પાર્ટી છે, જેણે માંગણી કરી હતી કે, વીવીપેટના પેપર ટ્રેલ ઇવીએમ સાથે ક્રોસ વેરિફાય કરવામાં આવે. ગુજરાતમાં મતદાન દરમિયાન અનેક વિસ્તારોમાં ઇવીએમ ખોટકાયા હોવાની ખબરો સામે આવી હતી. પહેલા તબક્કામાં 800થી વધુ ઇવીએમ અને વીવીપેટમાં ખામી હોવાનું બહાર આવ્યું હતું. સુરતમાં મતદાન દરમિયાન ઘણો હંગામો પણ થયો હતો. અધિકારીઓ અનુસાર, પહેલા તબક્કા માટે 26,865 ઇવીએમ અને 24,689 કંટ્રોલ યુનિટ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં 164 ઇવીએમ, 714 વીવીપેટ અને 225 કંટ્રોલ યુનિટમાં ખામી હોવાની ખબરો સામે આવી હતી. જ્યારે બીજા તબક્કામાં પણ અનેક ઇવીએમ મશીન અંગે ફરિયાદ થઇ હતી. હાર્દિક પટેલ પણ ઇવીએમની ખરાબી અંગે સવાલ કરી ચૂક્યાં છે.

English summary
Gujarat Assembly Election 2017: Congress approaches Supreme Court over EVM VVPAT issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X