• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બંગાળમાં મોદીની ગર્જનાઃ કોંગ્રેસમુક્ત ભારત બનાવવા આહવાન

|
narendra-modi
કોલકતા, 9 એપ્રિલઃ પશ્ચિમ બંગાળ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના સંસાદ ચંદન મિત્રા ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું વિશેષ સ્વાગત બંગાળના કાર્યકર્તાઓ અને નેતાગણો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા.

નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું છે કે, આ મારું સૌભાગ્ય છે કે મને એ ઐતિહાસિક ભવનમાં આવીને તમારી વચ્ચે વાચતીચ કરવાનો અવસર મળ્યો છે જે ભવનની સ્મૃતિઓ ગુરુદેવ, સુભાષબાબુ સાથે જોડાયેલી છે. અને તેના કારણે એક અલગ પ્રકારના વાઇબ્રશેનની અબૂભૂતિ થાય છે જ્યારે તેમનું સ્મરણ કરીએ છીએ આવા ઘણા મહાપરૂષ જેમણે દેશ માટે જીવન ખપાવી નાંખ્યું. અને બંગાળે ત્યાગ અને તપષ્યામાં એક ઉંચી મિશાલ કાયમ કરી છે. રામકૃષ્ણ પરમહંસની ધરતી, શામા પ્રસાદ મુખરજીની ધરતી, સ્વામી વિવેકાનંદની ધરતી અનેક તપસ્વી, તેજસ્વીઓની ધરતીને હું નમન કરું છું.

આ બંગાળની ધરતી છે, જે હિરાને બરાબાર તરાશે છે

15 એપ્રિલે તમે નવ વર્ષ માનવવા જઇ રહ્યાં છો. તમને નવ વર્ષની શુભકામનાઓ આપું છું અને આ નવા વર્ષથી આવનારા નવ વર્ષ સુધી તમને એટલી શક્તિ મળે અને જનસમર્થન મળે, તમારા શબ્દોનું એટલું સામાર્થ્ય મળે, સાશક ગમે તે હોય તમારી વાત સાંભળવા મજબૂર થાય, એવું સામાર્થ્ય તમને મળે એવી શુભકામના.

ગુજરાતના કાર્યકર્તા સાથે જ્યારે પણ વાત કરું છું ત્યારે હંમેશા એ પ્રદેશોના કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરું છું, જે પ્રદેશોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કષ્ટ ભોગવવા પડે છે, લોકતંત્રના કોઇ નિયમનું પાલન કર્યા વગર વિરોધીઓ ષડયંત્ર કરતા રહે છે, તેમ છતાં પણ તેઓનો જુસ્સો ટકેલો છે. કશ્મિરની ધરતી હોય કે મારું જય બંગાળ હોય, આ તમામ કાર્યકર્તા હોય, અમે ગુજરાતના કાર્યકર્તા આજે પણ તમારા તપ તપસ્યાને સન્માનીએ છીએ. કે તમારો પરસેવો ક્યરેક ને ક્યરેક તો રંગ લાવશે, મને વિશ્વાસ છે કે એક એવો સમય આવશે, જ્યારે ચોતરફથી નિરાશ થયેલા બંગાળના લોકો તમને છાતીએથી લગાવશે અને તમને સર આખો પર બેસાડી દેશે. આ બંગાળની ધરતી છે, જે હિરાને બરાબાર તરાશે છે .

રાજકારણે રૂપ બદલ્યું છે

રાજકારણમાં રૂપ બદલાયા છે, આજથી 10 વર્ષ પહેલા રાજનીતિ જે રીતે થતી તે રીતે રાજનીતિ કરવી એ કોઇનું કામ નથી, આજે હિન્દુસ્તાનમાં કોઇપણ નેતા હોય, કોઇપણ દળ હોય, કોઇપણ વિચાર હોય, કોઇપણ પ્રકારના આચાર હોય, પરંતુ બધાએ ઇચ્છા અનિચ્છાએ વિકાસની વાત કરવા માટે મજબૂર થવું પડે છે. જનતા જનાર્દનની સામે જઇને વિકાસના મુદ્દે વિશ્વાસ પેદા કરવના પ્રયત્નો કરવા પડે છે. આ યશ કોઇને જાય છે તો તે ગુજરાતની ધરતીને જાય છે. વિકાસ મુદ્દે રાજનીતિ થઇ શકે છે એ વાત ગુજરાતે સમગ્ર દેશને જણાવી છે.

દિલ્હીની સરકાર પ્રત્યે સમગ્ર દેશમાં નફરત

સામાન્ય માનવી શાસન શા માટે બનાવે છે, સરકાર કોના માટે હોય છે, કોઇ અમિર બીમાર થાય તો તેને સરકારી હોસ્પિટલની જરૂર પડે છે ખરી, પ્રાઇવેટ ડોક્ટર્સ તેને ત્યાં લાઇન લગાવી શકે છે, પણ આ સરાકરી હોસ્પિટલની જરૂર ગરીબને હોય છે. સરકારનું કામ ગરીબના બાળકને શિક્ષા આપવાનું છે, જે રૂપિયા સાથે રમે છે તેને કઠણાઇઓની ખબર નથી, પણ જે પોતાની માતાનું સ્વપ્ન પુરુ કરવા સ્ટ્રીટ લાઇટમાં જાગીને પણ મહેનત કરે છે, તેને ખબર હોય છે. તેમને રોજગારી આપવાનું કામ સરકારનું છે. આ મુળભૂત વિષયો પર ચર્ચા કરવા માટે દેશના શાસકોને આવવા માટે અમે મજબૂર કર્યા. અને તેના કારણે દરેક સરકારને દરેક પળે પોતાના કામનો હિસાબ આપવો પડે છે, કયું કારણ છે કે આટલા ઓછા સમયમાં દિલ્હીની સરકાર પ્રત્યે નફરત પેદા થઇ ગઇ. મીડિયાએ પણ દિલ્હીની સરકારને ઓછી મદદ નથી કરી, જેટલા બચાવવા હતા તેટલા બચાવ્યા.

એક પ્રત્યેક ગ્રુપે પણ ઘણા પ્રત્યનો કર્યા તેમ છતાં દિલ્હીના તટ પર આઝાદી બાદ કદાચ આ પહેલી સરકાર છે કે જેનો આટલો વિરોધ થાય છે. ક્યારેક કોઇ એક ઘટના પર ગુસ્સો થવો એ સ્વાભાવિક છે, પરંતુ નફરત, ઘૃણાની સ્થિતિ જે આજે દેશમાં આવી છે, તેના માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે, કોંગ્રેસ પાર્ટી એ હદે પોતાના સ્વાર્થને લઇને આગળ વધે છે કે ગમે તે ખરાબ કે ખોટું થઇ જાય તેનો દોષ સાથી પક્ષો પર ઢોળી દે છે, માની લો કે એ ખરાબ કામ નોન યુપીએ સ્ટેટમાં થયું હોત તો તેના માટે પોતાની બધી શક્તિ લગાવી દે છે અને યુપીએ સ્ટેટ કે સેન્ટ્રલમાં થયું તો બેશરમ થઇને બધા પાપ સાથી પક્ષો પર નાંખી દે છે.

કોંગ્રેસમુક્ત હિન્દુસ્તાન બનવવાનું સ્વપ્ન સાકાર કરવું છે

આપણે લોકો છીએ ત્યારે આવી પાર્ટી દેશમાં રહેવી જોઇએ, સત્તમાં તેને પ્રવેશ મળવો જોઇએ, દેશનું સાશન કરવા તેને ઉખાડી ફેકવાનો આપણું કર્તવ્ય, આખા દેશમાં કોણ સત્તા પર આવે કે ના આવે એ માટે નહીં પણ દેશને બરબાદીમાંથી બચાવવા માટે આ દેશને કોંગ્રેસમુક્ત હિન્દુસ્તાન બનવવાનું સ્વપ્ન સાકાર કરવાનું છે. કયું કારણ છે કે ચારેકોર જ્યારે પણ વિકાસની વાત થાય છે ત્યારે ગુજરાતનો ઉલ્લેખ થાય છે. જે લોકો ગુજરાતને પ્રેમ કરે છે, જે ગુજરાત પ્રત્યે નારાજગી નથી રાખતા તે લોકો કહે છે કે જુઓ ગુજરાતમાં આવું થયું છે. બંગાળની ધરતી તો વિદ્વાનની ધરતી છે, આજે પણ બંગાળમાં સાહસ સાથે લખનારા છે, શું સમયની માંગ નથી કે સ્થિતિઓનો તકાજો નથી કે આપણે દેશની ગતિવિધિઓના મોડલની ચકાસીએ. દેશમાં જેટલી સરકાર છે તેમાં છેલ્લા પાંચ વર્ષના કામના લેખા જોખા કાઢવામાં આવે તો ત્યારે ભાજપ શાસિત સરકારનું પરફોર્મન્સ ઉત્તમમાં ઉત્તમ જોવા મળશે.

વર્ષો સુઘી શાસન હોવા છતાં પણ કંઇ ના કરી શકી કોંગ્રેસની સરકાર

કોંગ્રેસની સરકારે વર્ષો સુધી અંદાજે ત્રણ દશકા સુધી શાસન કર્યું. એક જ દળનું સાશન હતું, કોઇ વિરોધ પક્ષ નહોતો, પાંચ પંદર લોકો વિરોધ કરતા. એ સમયે મીડિયા પણ આટલું વાઇબ્રન્ટ નહોતું, કોઇ એન્જીઓ નહોતી, પીઆઇએલ કરવાની પ્રણાલી નથી, એ સમયે તેમને પુછનારું કોઇ નહોતું, તેઓ જે કરે એ જ અંતિમ. આટલી બધી સુવિધા હોવા છતાં પણ એ કયું કારણ હતું કે કોંગ્રેસ પાર્ટી દેશને કંઇ જ ના આપી શકી. આજે અમે જ્યાં સત્તામાં છીએ ત્યાં ક્યારેક સીબીઆઇ આવે છે, વિરોધો થાય છે, એક અઠવાડિયું એવું નથી હોતું કે જ્યાં પીઆઇએલ નંખાવવામાં ના આવતી હોય, એનજીઓ દ્વારા તોફાન કરવામાં ના આવતું હોય, કોઇ કામને થતું અટકાવવાનો વિરોધ કરવામાં ના આવતો હોય તેમ છતાં પણ આટલા વિરોધ વચ્ચે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન કર્ણાટક, ગોવા અને ગુજરાત જેવા રાજ્યોમાં કે જ્યાં ભાજપને સરકાર બનાવવાની તક મળી છે ત્યાંની એકપણ સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો નથી લાગ્યા. આ સરકારના કાર્યકાળને જોવામાં આવે તો તેમણે પોતાના કાર્યકાળમાં ઉત્તમમાં ઉત્તમ કામ જનતાની ભલાઇ માટે કર્યું છે. જ્યારે બીજી તરફ કેરળ હોય કે પશ્ચિમ બંગાળ તમે જાતે જ હાલાત કેવી છે તે નક્કી કરી લો. કામ કરવાના બદલે તેઓ પાંચ વર્ષ એ જ કામમાં લાગેલા હોય છે કે ચૂંટણી કેવી રીતે જીતવી, વિરોધીઓને હેરાન કેવી રીતે કરવા.

સૌથી ઓછા બેરોજગાર ગુજરાતમાં

મજદૂરોની ભલાઇનું નામ ચલાવીને કામ કરનારી સરકાર છે તેમને હું પુછું છે કે આખા ભારતમાં ઓછામાં ઓછા બેરજગાર ક્યાંય પણ છે તો તે ગુજરાતમાં છે, અને જ્યાં યુપીએવાળી સરકાર છે ત્યાં સૌથી વધારે યુવાનો બેરોજગાર છે. તમે શુ આપ્યું છે. તેથી આપણે અધ્યન કરીને બારીકીઓની જાણકારી સાથે દેશની યુવા પેઠીને, દેશને, નાગરીકોને, પ્રશિક્ષિત કરવાની જરૂર છે, ભલે આણણે નાના હોય, પરંતુ આપણે જે રસ્તો પસદ કર્યો છે, એ રસ્તે આપણે ઘણાનું ભલું કર્યું છે અને બંગાળનું પણ ભલુ કરી શકીએ છીએ એ વિશ્વાસ જીતવાનો છે.

નો ગવર્નમેન્ટ, નો ગવર્નન્સ જેવો માહોલ

દિલ્હીમાં એક સેમીનાર હતો, જેમાં મીનીમમ ગવર્નમેન્ટ અને મેક્સીમમ ગવર્નન્સ પર ચર્ચા હતી, પણ દિલ્હીમાં બોલવાનો શો અર્થ, કારણ કે આજે દેશમાં નો ગવર્નમેન્ટ, નો ગવર્નન્સ જેવો માહોલ છે. સરકાર છે તેવી કોઇ અનુભૂતિ જ નથી થતી. કોઇ સારા સમાચાર આવતા નથી. છેલ્લા એક વર્ષમાં તેમના દ્વારા કોઇ સારું કામ કરવામાં આવ્યું હોવાનું તે જણાવી શકે તેમ નથી. ઉલટું તિજોરી કેવી રીતે તે ગણવામાં બેસેલા છે. જો આવી સ્થિતિ ઉભી થાય તો શું કરવું જોઇએ. કોમનવેલ્થ ગેમ્સનું કૌભાંડ થયું. ઉપરથી લઇને નીચે સુધી કોંગ્રેસની ગવર્નમેન્ટ હતી, તેમ છતાં આપણું નાક કપાયું. આટલું મોટું કૌભાંડ થયું હોવા છતાં પણ તેની જવાબદારી લેવાનું દાયિત્વ તેમાં નથી, જાણે કે રેનકોટ પહેરીને બાથરૂમમા ન્હાય રહ્યા છે. હું હેરાન છું, શું આ લોકોને માફ કરી શકાય. એક તરફ દેશમાં એવી ચર્ચા થઇ રહી છે કે ગ્રોથ રેટ ડાઉન છે. કેમ થઇ ગયું, વિકાસ દર જોઇએ, તો આર્થિક ગતિવિધિ, મેન્યુફેક્ચર, કૃષિ અને સર્વિસ સેક્ટરમાં કામ થવા જોઇએ કેવી રીતે થાય, વિજળી જોઇએ, વિજળી નથી એટલા માટે કારખાના નથી ચાલતા, જો કારખાના નહીં ચાલે તો રોજગારી કેવી રીતે મળશે, ઇકોનોમી કેવી રીતે ઉપર આવશે.

કારખાના શા માટે નથી ચાલતા, કારણ કે વિજળી નથી, વિજળી શા માટે નથી, કરોડો રૂપિયાના ખર્ચે કારખાના શરૂ કરવામાં આવ્યા પરંતુ વિજળી પેદા નથી કરતા, કારણ કે, કોલસો નથી, કોલસો ખાણમાં છે, પરંતુ તેને બહાર કાઢવા માટે કોઇ પોલીસી નક્કી કરવામાં આવી નથી. ત્રણ વર્ષ થયા આ વાતને પરંતુ કોઇ પોલીસી તૈયાર કરવામાં આવી નથી. ક્યારે કરાશે 2014 સુધી તો તેઓ રહેવાના નથી. ત્યારે આ સ્થિતિ માટેની તમામ જવાબદારી તેમની છે કે નહીં.

એક તરફ દેશમાં અંધારું છે અને બીજી તરફ 30 હજાર મેગા વોટ વિજળી ઉભી કરી શકે તેવા કારખાના વિજળીના અભાવે બંધ પડ્યાં છે. તેના માટે જવાબદાર કોણ? કારખાના માટે જે પૈસા લાગવાના હતા તે લાગ્યા પરંતુ કોલસો નથી, હિન્દુસ્તાનની સરકારની હાલાત તો જુઓ. આ સરકાર કોલસો આપી શકે તેમ નહીં હોવાથી કારખાનેદારો બહારથી કોલસો લાવવાનું વિચારે છે, ત્યારે નાના-નાના દેશોએ કોલસાનો ભાવ વધારી દીધો, ત્યારે કેન્દ્રની સરકાર વજન પુર્વક આ દેશોને જૂના ભાવે કોલસો આપવામાં આવે તે વાત પણ વજનપૂર્વક કહીં નથી શકતી. નાના દેશો પર દબાણ કરવાનું સામર્થ્ય હિન્દુસ્તાનની સરકાર પાસે નથી.

અન્ન દારૂ બનાવનારાઓને વહેંચી દીધું

આપણે જોયું ગરીબોને અન્ન નથી મળતું અને બીજી તરફ સમાચાર આવી રહ્યાં છે ગુણો સડી રહી છે, દેશના કિસાને મહેનતથી ઉગાવેલું અન્ન ગરીબોને મળવાના બદલે સડી રહ્યું છે, જેને લઇને એક પીઆઇએલ થઇ, સુપ્રિમ કોર્ટે દંડો ફેરવો અને કહ્યું કે ગરીબોમાં વહેંચી દો.. પણ દુઃખની વાત છે કે ગરીબોને આ અન્ન મળ્યું નથી. સુપ્રિમે અનેક વાર કહ્યું પણ તેમણે કંઇ કર્યું નથી. સુપ્રિમ સંવેદના સાથે કહે છે ગરીબોને અન્ન આપી દો, પરંતુ દિલ્હી સરકાર કહે છે અમે નહીં વહેંચીએ, દારુ બનાવનારાઓને વેંચી દીધું. તમે કહોં તેમના પર વિશ્વાસ કરાય, એટલા માટે સમયની માંગ છે કે આપણે બધા કાર્યકર્તા દેશના સામાન્ય માનવીની આંકાક્ષા પુર્તિ માટે સંપનાઓને પૂરા કરવા માટે, વિવેકાનંદના સપના પુર્ણ કરવા માટે ભાજપના કાર્યકર્તાએ દેશમાંથી કોંગ્રેસની પ્રાટીને ઉખેડી ફેકવાનું કામ કરવાનું છે. દેશના દરેક ખુણે કમળને ખીલવવાનું કામ કરવામાં લાગી જવું છે.

English summary
gujarat chief minister narendra modi addressed BJP worker in kolkata and says that made congressless india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more