આખરે કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી શા માટે પાછી ખેંચી?

જોકે કોંગ્રેસે ઉમેદવારોની સૂચિ પરત ખેંચવાનું કારણ જણાવવામાં ચૂપ્પી સાધી લીધી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ગઇકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક બાદ 52 ઉમેદવારોની પ્રથમ અને 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.
જોકે થોડા સમય બાદ કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદીને પરત ખેંચી લીધી હતી. પરંતુ કોંગ્રેસી નેતોએ આ યાદી પરત શા માટે લેવામાં આવી તે બાબતે મોન ધારણ કરી લીધુ હતું. નોંધનીય છે કે બેઠકોની ફાળવણીને લઇને કોંગ્રેસમાં આંતરીક વિખવાદ થતો આવ્યો છે જેને ટાળવા માટે કોંગ્રેસે પોતાની બીજી યાદી પરત ખેંચી હશે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 52 ઉમેદવારોમાંથી 25 ચાલુ ધારાસભ્ય છે. 52 ઉમેદવારોમાં 22 પ્રથમ ચરણની ચુંટણીના ઉમેદવાર છે. જ્યારે 30 ઉમેદવાર બીજા ચરણની ચુંટણી લડશે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાને ફરીથી પોરબંદરની ટીકીટ મળી છે.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ભાવનગર ગ્રામીણ વિધાનસભા વિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ ડભોઇથી ચુંટણી લડશે.












Click it and Unblock the Notifications
