ગુજરાતનું વિકાસ મૉડલ દોષપૂર્ણ અને ખામીયુક્ત છે: ચિદમ્બરમ
નવી દિલ્હી, 2 જૂલાઇ: નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે બહુપ્રચારિત વિકાસનું ગુજરાત મૉડલ ખામીયુક્ત અને તેને વધારી કરીને રજૂ કરવામાં આવ્યું છે. તેમને કહ્યું હતું કે મૉડલ આખા દેશમાં ચાલશે નહી.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અવારનાવાર વિકાસના ગુજરાત મૉડલને પોતાની સરકારની સફળતાની કહાણીના રૂપમાં રજૂ કરે છે પરંતુ ચિદમ્બરમનું કહેવું છે કે આ મૉડલે રાજ્યની પ્રજા માટે એક મોટા વર્ગને પાછળ ધકેલી દિધો છે.
તેમને કહ્યું હતું કે દરેક મૉડલમાં કેટલાક સકારાત્મક તત્વ હોય છે પરંતુ ગુજરાતનું મૉડલ દોષપૂર્ણ છે. આ એવું મૉડલ છે જેનો સર્વાંગી વિકાસમાં વિશ્વાસ નથી. આ એવું મૉડલ છે, જેને ગુજરાતની પ્રજાના એક મોટા વર્ગને પાછળ ધકેલી દિધો છે. નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે આ બીજી વાત એ છે કે જે મૉડલ ગુજરાતમાં કેટલાક વર્ષના સમયગાળા સુધી ચાલી શકે છે, કોઇ જરૂરી નથી કે તે મૉડલ આખા દેશ માટે કામ કરે.

તેમને સ્પષ્ટ કર્યું હતું કે દેશના દરેક રાજ્યની સ્થિતી ગુજરાત કરતાં ભિન્ન છે, તેમને કહ્યું હતું કે ગુજરાત મૉડલ છત્તીસગઢ, ઝારખંડ, મેઘાલયમાં ચાલી શકે નહી. આપણે એવા મૉડલની જરૂરિયાત છે જે આખા દેશમાં ચાલી શકે.
ચિદમ્બરમે આ ચર્ચામાં પડવાની મનાઇ કરી દિધી હતી કે ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે સારા હશે કે ખરાબ. નાણામંત્રીએ કહ્યું હતું કે તેમની પાર્ટી કોઇ વ્યક્તિથી સંઘર્ષ કરી રહી નથી પરંતુ ભાજપાના વિચારોથી સંઘર્ષ કરી રહી છે, જેને 2004 અને 2009માં નકારી કાઢવામાં આવી હતી.
નરેન્દ્ર મોદીને ભાજપાની ચુંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાને લઇને ઠેકડી ઉડાવતાં તેમને કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી એવા વિધટનકારી વ્યક્તિ છે જેમના કારણે પાર્ટીમાં જ ભારે વિદ્રોહ થયો. તેમનો ઇશારો ભાજપામાં નરેન્દ્ર મોદીનું વધતું જતું કદને લઇને લાલકૃષ્ણ અડવાણીની નારાજગી સાથે હતો.












Click it and Unblock the Notifications
