For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ પ્રવાસી મજૂરોએ વાહનોમાં લગાવી આગ, ઘરવાપસીની કરી રહ્યા છે માંગ

લૉકડાઉનના કારણે ગુજરાતના સુરતમાં ફસાયેલા સેંકડો પ્રવાસી મજૂરોએ શુક્રવારે રાતે તોડફોડ કરી અને વાહનોને આગને હવાલે કરી દીધા.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનના કારણે ગુજરાતના સુરતમાં ફસાયેલા સેંકડો પ્રવાસી મજૂરોએ શુક્રવારે રાતે તોડફોડ કરી અને વાહનોને આગને હવાલે કરી દીધા. એક અધિકારીએ જણાવ્યુ કે પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જવા માટે વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે અને પોતાની બાકીની ચૂકવણી જલ્દી કરવાની માંગ કરી રહ્યા છે. વાસ્તવમાં લૉકડાઉનના કારણે મોટી સંખ્યામાં મજૂરો દેશના અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા છે.

surat

લૉકડાઉનના કારણે સેંકડો પ્રવાસી મજૂર શુક્રવારે રાતે ઉગ્ર થઈ ગયા અને રસ્તા પર પડેલા વાહનોને આગના હવાલે કરી દીધા. તેમણે જરૂરી સામાન લઈને જતી ટ્રકોમાં તોડફોડ કરી. જો કે સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આગ લગાવવાના આરોપમાં ઘણા પ્રવાસી મજૂરોની પોલિસે ધરપકડ કરી છે. લૉકડાઉનના કારણે કારખાના બંધ થઈ ગયા છે અને આ કારણે પ્રવાસી મજૂરો પાસે કોઈ કામ નથી. તેમની રોજીરોટીનુ સંકટ ઉભુ થઈ ગયુ છે. આ કારણે તે ઘરે પાછા આવવા માટે વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. સંક્રમણના જોખમના જોતા ટ્રેન, બસ અને વિમાન સેવાઓને 14 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા આગળ પણ આ સેવાઓને સ્થગિત રાખવામાં આવી શકે છે. જો કે હજુ આ વિશે કોઈ નિર્ણય થયો નથી.

ગુજરાતમાં કોરોના વાયરસના 378 કેસ સામે આવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 116 કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાયરસના સંક્રમણના કારણે 19 લોકોના મોત પણ થયા છે. વળી, દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 7000થી વધુ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1035 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 7447 થઈ ગઈ છે. જ્યારે દેશભરમાં કોરોના વાયરસના કારણે 239 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ ફેક્ટ ચેકઃ પાકિસ્તાનમાં નગ્ન ફરતા વ્યક્તિને તબલીગી ગણાવીને વીડિયો કર્યો વાયરલઆ પણ વાંચોઃ ફેક્ટ ચેકઃ પાકિસ્તાનમાં નગ્ન ફરતા વ્યક્તિને તબલીગી ગણાવીને વીડિયો કર્યો વાયરલ

English summary
Gujarat: several migrant workers took to the streets, set ablaze vehicles in Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X