For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષક ગનમેન જ બન્યો ભક્ષક, જજની પત્ની અને દીકરાને ગોળી મારી

રક્ષક ગનમેન જ બન્યો ભક્ષક, જજની પત્ની અને દીકરાને ગોળી મારી

|
Google Oneindia Gujarati News

ગુરુગ્રામઃ દિલ્હીથી થોડે દૂર હરિયાણામાં ધોળા દિવસે ગનમેને એક જજની પત્ની અને દીકરાને ગોળી ધરબી દીધી, બંનેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલતને ગંભીર જણાવવામાં આવી રહી છે. ઘટના ગુરુગ્રામના સેક્ટર 49 સ્થિત અર્કાડિયા માર્કેટ પાસે બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર શખ્સ એડિશનલ સેશન્સ જજની સુરક્ષા માટે તહેનાત હેડ કોન્સ્ટેબલ છે, જે જજની સુરક્ષા માટે તહેનાત હતો. જજના પત્ની અને દીકરો કારમાં બેઠા હતા તે સમયે તેમની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે, આરોપી ગનમેનની ધરપકડ કરી લેવામાં આવી છે.

સેક્ટર 49ની ઘટના

સેક્ટર 49ની ઘટના

ગુરુગ્રામ પોલીસે જણાવ્યું કે આરોપી હેડ કોન્સ્ટેબલે સેક્ટર 49ના માર્કેટમાં એડિશનલ સેશન્સ જજ કૃષ્ણકાંતની પત્ની અને દીકરાને ગોળી મારી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી ગાર્ડ સરકારી ગાડીથી જજની પત્ની અને દીકરાને બજારમાં લઈ જઈ રહ્યો હતો. મામલાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જજની પત્ની અને દીકરાને હોસ્પિટલે દાખલ કરાવામાં આવ્યા છે. હાલ બંનેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

એડિશનલ સેશન્સ જજની પત્ની અને દીકરાને ગોળી મારી

એડિશનલ સેશન્સ જજની પત્ની અને દીકરાને ગોળી મારી

આર્કેડિયા શોપિંગ સેંટર પાસે એડિશનલ સેશંસ જજ કૃષ્ણકાંતની પત્ની અે દીકરાને ગોળી મારવાની સૂચના બાદ પ્રશાસનમાં હડકંપ મચ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બપોરે 3.30 વાગ્યે બની હતી જ્યારે બજારમાં પણ કેટલાય લોલકો હાજર હતા. ફાયર થવાનો અવાજ સંભળાતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ દરમિયાન પોલીસની ટીમે આરોપી ગાર્ડની ધરપકડ કરી લીધી છે. પોલીસ જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપી ગાર્ડે આવું કેમ કર્યું?

ઘટનાનો વીડિયો સામે આવ્યો

આ સમગ્ર મામલાનો વીડિયો સામે આવ્યો છે જેમાં નજરે જોઈ શકાય છે કે જજની પત્ની અને દીકરાને ગોળી માર્યા બાદ આરોપી જાણે ડર્યા વિના કેટલોય સમય સુધી ત્યાં જ આમ-તેમ આટા મારી રહ્યો હતો. આ દરમિયાન આરોપીએ જજના દીકરાને ઉઠાવીને ગાડીની અંદર નાખવાની કોશિશ પણ કરી હતી. જો કે તેને ગાડીમાં ન બેસાડી શકતાં દેહને રસતા પર જ ફેંકી દીધો હતો.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' દ્વારા દેશના બધા મુખ્યમંત્રીઓને એક મંચ પર લાવવાવી કોશિશ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' દ્વારા દેશના બધા મુખ્યમંત્રીઓને એક મંચ પર લાવવાવી કોશિશ

English summary
Gurugram: Gunman of additional sessions judge shot at the judge wife and son near Sector 49.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X