Guru Nanak Jayanti: PM મોદી અને રાહુલ ગાંધીએ ગુરુ નાનકને કર્યા નમન, દેશવાસીઓને પાઠવી શુભકામના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે.

નવી દિલ્લીઃ આજે ગુરુ નાનક દેવની 551મી જન્મજયંતિ છે. દર વર્ષે સિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવનો જન્મદિવસ કારતક મહિનાની શુક્લ પક્ષે મનાવવામાં આવે છે. ગુરુ નાનકદેવની જયંતિને ગુરુ પર્વ અને પ્રકાશ ઉત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સિખ ધર્મનો પવિત્ર તહેવાર છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે. સાથે જ ગુરુનાનકને નમન કર્યા છે.

pm modi

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ, 'હું શ્રી ગુરુનાનક દેવને તેમના પ્રકાશોત્સવ પર નમ કરુ છુ. તેમના વિચારો આપણને સમાજની સેવા કરવા અને સારી દુનિયા સુનિશ્ચિત કરવા માટે પ્રેરિત કરતા રહે.' વળી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, 'અહંકારથી દૂર, સત્ય અને ભાઈચારાની સીખ આપનાર ગુરુ નાનક દેવજીને મારા નમન. ગુરુ પૂરબની તમને સૌને હાર્દિક શુભકામના.'

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ, 'સમસ્ત દેશવાસીઓને શ્રી ગુરુ નાનકદેવજીના 551માં પ્રકાશ પર્વન હાર્દિક શુભકામનાઓ. ગુરુ નાનકજીના વિચાર આપણને સદૈવ ધર્મ અને રાષ્ટ્રહિતના માર્ગ પર ચાલવાની શક્તિ આપતા રહે.' રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ, 'ગુરુ નાનક દેવી શિક્ષાઓ માનવતાની આધ્યાત્મિક પ્રગતિમાં મહત્વપૂર્ણ છે. તેમનો પ્રભાવ સિખ સમાજથી પરે છે અને દુનિયાભરમાં ફેલાયેલો છે. તેમની શિક્ષા આપણને સદભાવમાં રહેવા માટે પ્રેરિત કરે છે અને બધા ધર્મો માટે સમ્માન રાખે છે. ગુરુનાનક દેવની જયંતિના શુભ અવસર પર બધાને શુભકામના. તે શાંતિનુ એક પ્રતીક હતા જેમણે લોકોની સેવા કરવા અને આપણા સમાજમાં દરેક પ્રકારની અસમાનતાને સમાપ્ત કરવા પર જોર આપ્યુ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X