For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરૂગ્રામ: જાહેરમાં નમાઝ પઢતા લોકોનો હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ, 20 લોકોની અટકાયત

ગુરુગ્રામમાં નમાઝને લઈને ચાલી રહેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે ફરી સેક્ટર 37માં નમાઝને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. બપોરે 1.30 વાગે લોકો નમાજ અદા કરવા પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. જોક

|
Google Oneindia Gujarati News

ગુરુગ્રામમાં નમાઝને લઈને ચાલી રહેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે ફરી સેક્ટર 37માં નમાઝને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. બપોરે 1.30 વાગે લોકો નમાજ અદા કરવા પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. જોકે, પોલીસે વિરોધીઓ સામે કડકાઈ દાખવતા 20 લોકોને કસ્ટડીમાં લીધા હતા. આ રીતે શહેરમાં ખુલ્લામાં નમાઝ પઢવા માટેનો હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

Namaz

ગુરુગ્રામના સેક્ટર 37માં મુસ્લિમ સમુદાયના લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરમાં 20 અલગ-અલગ સ્થળોએ નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવી છે, સેક્ટર 37 પણ તેમાં છે. થોડા દિવસો પહેલા નમાઝ પહેલા હિંદુ સંગઠનના લોકો સેક્ટર 37ના ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા અને 26/11ના હુમલાના શહીદો માટે હવન કર્યો હતો અને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા હતા.

હિંદુ સંગઠનો અહીં સતત નમાઝનો વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ જ્યારે નમાઝીઓએ આ મેદાનમાં થોડાક અંતરે નમાઝ પઢવાનું શરૂ કર્યું ત્યારે પણ એવી જ રીતે જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. ગ્રાઉન્ડમાં તણાવને જોતા ભારે પોલીસ ફોર્સ પહેલેથી જ પરિસ્થિતિને સંભાળવા માટે હાજર હતી.

English summary
Gurugram: Hindu organizations protest against people praying in public, 20 people Arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X