For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nirbhaya Case: દોષિતોને ફાંસીએ લટકાવતા પહેલા જલ્લાદે ડમી ફાંસી આપી

Nirbhaya Case: દોષિતોને ફાંસીએ લટકાવતા પહેલા જલ્લાદે ડમી ફાંસી આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચારેય દોષીતો ફાંસીથી બચવા માટે શક્ય બધા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન બુધવારે સવારે પવન જલ્લાદે તિહાર જેલમાં ફાંસીનો અભ્યાસ કર્યો, પ્રાપ્ત જાણકારી મુજબ પવન જલ્લાદે ફાંસી પર લટકાવવાની આજે રિહર્સલ કરી. જણાવી દઈએ કે નિર્ભયાના ચારેય દોષિતોને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસીએ લટકાવી દેવામાં આવશે.

તિહારમાં ફાંસીનો તખ્તો જેલ નંબર 3માં છે..

તિહારમાં ફાંસીનો તખ્તો જેલ નંબર 3માં છે..

જણાવી દઈએ કે તિહારમાં ફાંસીનો તખ્તો જેલ નંબર 3માં છે, આ જેલ નંબર 3માં જ સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફજલ ગુરુને રાખવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ગેટ નંબર 3થી પ્રવેશ કરતા જ ડાબી તરફ ફાંસીની કોઠી છે, જ્યાં ચારેય દોષિતોને લટકાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

દોષિતોના સ્વાસ્થ્યને લઈ જેલ પ્રશાસન સંપૂર્ણ સજાગ

દોષિતોના સ્વાસ્થ્યને લઈ જેલ પ્રશાસન સંપૂર્ણ સજાગ

જેલ સંખ્યા ત્રણના હાઈ સિક્યોરિટી સેલમાં બંધ નિર્ભયાના ચારેય દોષિતોના સ્વાસ્થ્યને લઈ જેલ પ્રશાસન સંપૂર્ણપણે સજાગ છે. દરરોજ બે વાર તબીબોની એક ટીમ બધાના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે. દોષિતોના સ્વાસ્થ્યના તપાસનો રિપોર્ટ રજિસ્ટરમાં નોંધવામાં આવી રહ્યો છે.

મનીલા રોપ (આ રસ્સીથી ફાંસી અપાય છે)

મનીલા રોપ (આ રસ્સીથી ફાંસી અપાય છે)

અગાઉ અહેવાલ આવ્યા હતા કે ફાંસીનો ફંદો બનાવવા માટે બક્સર જેલ પ્રશાસનને ઓર્ડર મળ્યો છે, કેમ કે બક્સર જેલ પ્રશાસનને જ મનીલા રોપ બનાવવામાં મનારથ હાંસલ છે, જો કે બક્સરને ક્યાંથી ઓર્ડર મળ્યો તે હજી નક્કી નથી.

એક દોષીનું મોત થઈ ચૂક્યું છે

એક દોષીનું મોત થઈ ચૂક્યું છે

દિલ્હીમાં પેરામેડિકલ વિદ્યાર્થિની પર 16 ડિસેમ્બર 20212ની રાત્રે 6 લોકોએ ચલતી બસમાં રેપ કરી ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી હતી. ઘટનાના 9 મહિના બાદ એટલે કે સપ્ટેમ્બર 2012માં નિચલી અદાલતે 5 દોષિત- રામ સિંહ, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસીની સજા સંભળાવી હતી. માર્ચ 2014માં હાઈકોર્ટ અને મે 2017માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી હતી. ટ્રાયલ દરમિયાન મુખ્ય દોષી રામ સિંહે તિહાર જેલમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક દોષી સગીર હોવાના કારણે 2 વર્ષ સુધાર ગૃહમાં રહીને છૂટી ગયો છે.

Coronavirus: આ રાજ્યના વિદ્યાર્થીઓને પેપર ચકાસ્યા વિના જ કરી દેવાશે પાસCoronavirus: આ રાજ્યના વિદ્યાર્થીઓને પેપર ચકાસ્યા વિના જ કરી દેવાશે પાસ

English summary
Hangman Pawan conducted dummy execution at the Tihar jail in Delhi today. The four death row convicts of 2012 Delhi gang rape case are
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X