For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોક્ટરની યાતનાથી ડરીને વોશિંગ મશીનમાં છૂપાઇ યુવતી

|
Google Oneindia Gujarati News

લખનઉ, 3 જૂલાઇઃ મહાનગરમાં એક ડોક્ટરના ઘરે કામ કરવા આવતી યુવતીને સામાન્ય વાતોને લઇને યાતનાઓ આપવામા આવતી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પીડિત યુવતીનો આરોપ છે કે, ડોક્ટર, તેમની પત્ની, નોકર અને એક પરીચિત તેને બાંધીને ખરાબ રીતે મારપીટ કરતા હતા, તેમજ ગરમ તેલ અને સીગારેટથી ડામ પણ આપતા હતા. ચાકૂથી ચીરા પાડીને તેમાં મરચું નાંખતા હતા. મારપીટ દરમિયાન તેની સાથે અશ્લિલતા કરવામાં આવી હતી અને તેના વાળ પર કાપી નાંખવામાં આવ્યા હતા.

મામલો ધ્યાનમાં આવ્યા બાદ મહાનગર પોલીસે યુવતીને મેડિકલ પરિક્ષણ કરાવ્યા બાદ તેની ફરિયાદ પર રિપોર્ટ દાખલ કરી હતી. પોલીસે આરોપી ડોક્ટર, તેમની પત્ની, નોકરની ધરપકડ કરવામાં આવી છે. મેટ્રો સિટી, નિશાતગંજ નિવાસી ડોક્ટર આશુતોષ સિંહના ઘરે 23 એપ્રિલથી નૂરપુર નિવાસી રાજેશ કુમારની પુત્રી લલિતા ઘરકામ કરી રહી હતી. સીઓ મહાનગર રાજેશ શ્રીવાસ્તવ અનુસાર લલિતાનું કહેવું છે કે શરૂઆતના 15 દિવસો સુધી બધુ ઠીક હતું.

ત્યારબાદ સામાન્ય વાતોને લઇને ડોક્ટર આશુતોષની પત્ની પ્રગતિએ તેને યાતના આપવાનું શરૂ કરી દીધું. વિરોધ કરવા પર તેને બાંધીને તેની સાથે મારપીટ કરવામાં આવી. સોમવાર રાત્રે લલિતા જેમ તેમ કરીને દુપટ્ટાના સહારે ફ્લેટથી બહાર નિકળીને પાંચમા માળે કૂદી પડી. જણાવવામાં આવ્યું છે કે યુવતી પાંચમા માળે રહેતા એક પૂર્વ ન્યાયિક અધિકારીના ફ્લેટમાં કુદી હતી. જ્યાં તે બાલકનીમાં રાખવામાં આવેલા વોશિંગ મશિનમાં છૂપાઇ ગઇ હતી. આ વચ્ચે દંપતીએ ગાર્ડોને કહ્યું કે તેની નોકરાણી ચોરી કરીને ભાગી છે. જેને બહાર જવા દેવામાં ના આવે. હંગામો થતાં સ્થાનિક લોકોએ તેની સૂચના પોલીસને કરી. ત્યારે આ સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો.

tears
સીઓએ જણાવ્યા પ્રમાણે યુવતીના આરોપોની ગંભીરતાને જોઇને તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું,જેમાં તેના શરીર પર અનેક ઇજાના નિશાનો અને ડામના ડાઘ જોવા મળ્યા. તેના પર પોલીસે રિપોર્ટ દાખલ કરીને ડો. આશુતોષ, પ્રગતિ અને ડેવિડની ધરપકડ કરી લીધી છે.
English summary
A girl in Mahanagar area of Lucknow harassed by a doctor and his family, hide in washing machine. Police has registered the case against doctor family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X