મોદી ખૂબ જ મહેનતૂ અને મારા પરમ મિત્ર છે: કરૂણાનિધિ

Posted By:
Subscribe to Oneindia News

ચેન્નઇ, 28 ફેબ્રુઆરી: જેમ જેમ લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવતા જઇ રહ્યા છે. તેમ તેમ ભાજપના મિત્રોની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે. બિહારમાં રામવિલાસ પાસવાનના રૂપમાં સારા સાથીદાર મળ્યા બાદ મોદીને હવે તમિલનાડુમાં પણ સારા મિત્ર મળી ગયા છે.

ડીએમકે ચીફ એમ કરૂણાનિધિએ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. કરૂણાનિધિએ જણાવ્યું કે મોદીના સતત પ્રચાર કરવાથી એ સાબિત થાય છે કે તેઓ હાર્ડવર્કર છે. તેમણે જણાવ્યું કે મોદી મારા પણ સારા મિત્ર છે. કરૂણાનિધિએ જણાવ્યું કે ચૂંટણી બાદની તસવીર અંગે તેઓ કોઇ અનુમાન કરી શકે નહીં. તમિલનાડુના સમાચાર પત્ર દિનામલારમાં કરૂણાનિધિનું મોદીને લઇને આપવામાં આવેલા આ નિવેદન છાપવામાં આવ્યું છે. આ પહેલા પણ કરૂણાનિધિ એક વાર મોદીના વખાણ કરી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ પણ મોદીને સારા મિત્ર બતાવ્યા હતા પરંતુ તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યુ નહીં અને ત્રીજા મોર્ચામાં સામેલ થઇ ગયા. કરૂણાનિધિના તાજા નિવેદનથી ભાજપને એવી આશા બંધાઇ છે કે ડીએમકે ચૂંટણી બાદ તેને સાથ આપશે. અત્રે નોંધનીય છે કે ગુરુવારે લોકજનશક્તિ પાર્ટી એનડીએમાં સામેલ થઇ છે જેનાથી ભાજપના ઉત્સાહમાં વધારો થશે.

karunanidhi
English summary
Hard worker Narendra Modi is my friend says M Karunanidhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.