Video: હાર્દિક પટેલનો પીએમ મોદી પર હુમલો - ભાજપવાળા બંધારણ ખતમ કરવા માંગે છે..

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફતેહપુરના અમોલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરીને વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યુ.

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફતેહપુરના અમોલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરીને વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યુ. હાર્દિકે પીએમ મોદી અને ભાજપ પર મોટો હુમલો કરીને બંધારણ માટે જોખમ ગણાવ્યા. હાર્દિકે કહ્યુ કે આ ભાજપવાળા દેશના બંધારણને ખતમ કરીને પોતાની શક્તિઓ લાગુ કરવા માંગે છે.

ચોકીદાર નહિ પ્રધાનમંત્રી જોઈએ

ચોકીદાર નહિ પ્રધાનમંત્રી જોઈએ

પીએમના પોતાને ચોકીદાર કહેતા નિવેદન પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે અમને ચોકીદાર નહિ પ્રધાનમંત્રી જોઈએ. વળી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યુ કે તે આરએસએસ અને અમુક લોકો માટે કામ કરી રહ્યા છે. તેમને જનતા સાથે લેવાદેવા નથી. વળી, તેમણે રોજગાર પર કહ્યુ કે જો તમે પકોડા તળશો તો તમારા બાળકોનુ ભવિષ્ય પણ તળાઈ જશે.

ખેડૂતોનું દેવુ માફ થશે

ખેડૂતોનું દેવુ માફ થશે

તેમણે કહ્યુ કે ગુજરાતમાં હજારો મહિલાઓ અને બાળકીઓ ઘણા વર્ષોથી ગાયબ છે. યુપીના ઉન્નાવમાં ભાજપે બળાત્કારી ધારાસભ્યને પાર્ટીમાંથી પણ કાઢ્યા નહિ. ખેડૂતોને દેવુ માફ થશે. એક ખેડૂતને 72 હજાર રૂપિયા આપવાનું કામ કરવામાં આવશે. વળી, તેમણે કહ્યુ કે જો સપા-બસપા ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડતા તો સારુ રહેત.

બનારસથી ચૂંટણી હારશે નરેન્દ્ર મોદી

બનારસથી ચૂંટણી હારશે નરેન્દ્ર મોદી

હાર્દિકે કહ્યુ હતુ કે જો દિલ્લીમાં કોઈને બેસવુ હોય તો રસ્તો ઉત્તર પ્રદેશમાં થઈને જાય છે પરંતુ 2014માં તમે લોકોએ ભૂલ કરી દીધી. એક વ્યક્તિને તમે ગુજરાતમાંથી બનારસ લઈને આવ્યા. બનારસથી તમે લોકોએ દિલ્લી મોકલી દીધા. હું વચમાં બનારસ ગયો, બનારસમાં એવો વિનાશ કરીને રાખ્યો છે તેમણે. મા ગંગાએ બોલાવ્યો છે કહીને આવ્યા હતા. આખા બનારસમાં ખાડા જ ખાડા દેખાય છે. તેમણે કહ્યુ કે હું દાવો કરી શકુ છુ કે બનારસથી નરેન્દ્ર મોદી ચૂંટણી હારશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X