For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહની રાહુલ ગાંધીને ચેતવણી, ભારત માતાનો વિરોધ કરવાનુ સાહસ કર્યુ તો જેલ જશો

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા પહોંચેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે રાહુલ ગાંધીને પણ જેલમાં મોકલવામાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા પહોંચેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે રાહુલ ગાંધીને પણ જેલમાં મોકલવામાં આવી શકે છે. બુધવારે રોહતકમાં રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી જો ભારત માતાનો વિરોધ કરવાનુ સાહસ કરશે, કે આવુ કરનારનો સાથ આપશે તો જેલ મોકલી દેવામાં આવશે. પોતાના ભાષણમાં શાહે કાશ્મીર, પાકિસ્તાન, એનઆરસી, સેના અને જેએનયુમાં કથિત નારા જેવા મુદ્દાઓ પર સારો એવો સમય ફાળવ્યો.

રાહુલ અને પાક વચ્ચે શું સંબંધઃ શાહ

રાહુલ અને પાક વચ્ચે શું સંબંધઃ શાહ

અમિત શાહે રોહતકમાં કહ્યુ, જે પાકિસ્તાન કહે છે તે જ રાહુલ ગાંધી કહે છે. પાકિસ્તાન કહે છે કે અનુચ્છેદ 370 ના હટાવો અને કોંગ્રેસ પણ કહે છે કે 370 ના હટાવો. પાકિસ્તાને એર સ્ટ્રાઈકનો વિરોધ કર્યો અને કોંગ્રેસે પણ વિરોધ કર્યો. બંને એક જુબાન બોલી રહ્યા છે, છેવટે બંનેમાં સંબંધ શું છે.

દેશના મુદ્દા પર કોંગ્રેસ અલગ કેમ

દેશના મુદ્દા પર કોંગ્રેસ અલગ કેમ

શાહે કહ્યુ, કોંગ્રેસ પાર્ટી 35એ અને 370 હટાવવાનો વિરોધ કરી રહી છે. આખો દેશ ખુશ છે કે કાશ્મીર આજે દેશનુ અભિન્ન અંગ બની ગયુ, માત્ર કોંગ્રેસીઓને ઉંઘ નથી આવતી. જ્યારે દેશનો મુદ્દો હોય તો આપણે બધાએ એક હોવુ જોઈએ અને પાર્ટી લાઈનોથી ઉપર ઉઠવુ જોઈએ. 1971માં જ્યારે આપણી સેના જીતી, ત્યારે વાજપેયી સંસદમાં ઈન્દિરા ગાંદીને અભિનંદન પાઠવનાર પહેલા વ્યક્તિ હતા. હવે રાહુલ ગાંધી કહે છે કે મોદી લોહીની દલાલી કરે છે.

આ પણ વાંચોઃ બિગ બૉસથી નારાજ કરણી સેના, કહ્યુ- 'લગ્ન વિના મા બનવાનુ કહે છે આ શો'આ પણ વાંચોઃ બિગ બૉસથી નારાજ કરણી સેના, કહ્યુ- 'લગ્ન વિના મા બનવાનુ કહે છે આ શો'

જેએનયુનો પણ કર્યો ઉલ્લેખ

જેએનયુનો પણ કર્યો ઉલ્લેખ

અમિત શાહે પોતાના ભાષણમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં કથિત રીતે ભારત વિરોધી નારાનો ઉલ્લેખ પણ પોતાના ભાષણમાં કર્યો. શાહે કહ્યુ કે જ્યાં અમુક છાત્રો પર દેશદ્રોહીના નારા લગાવવાનો આરોપ લાગ્યા હતા તો રાહુલે છાત્રોનુ સમર્થન કર્યુ હતુ. એનઆરસી વિશે અમિત શાહે કહ્યુ કે 2024 પહેલા દેશ ઘૂસણખોરોથી સંપૂર્ણપણે મુક્ત થશે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ હવે જનતા વચ્ચે જશે તો દેશમાં કોઈ ઘૂસણખોરો હાજર નહિ હોય.

English summary
Haryana assembly elections 2019 amit shah attack rahul gandhi rohatak rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X