For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા વિધાનસભા ચૂંટણી: તો શું આ કારણોસર સત્તાથી દૂર જતુ દેખાઈ રહ્યુ છે ભાજપ?

હરિયાણામાં જે રીતે તમામ એક્ઝીટ પોલના પરિણામો ખોટા પડતા જોવા મળી રહ્યા છે, તેણે તમામ પોલ પંડિતોને ચોંકાવી દીધા છે. રાજ્યમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો નથી.

|
Google Oneindia Gujarati News

હરિયાણામાં જે રીતે તમામ એક્ઝીટ પોલના પરિણામો ખોટા પડતા જોવા મળી રહ્યા છે, તેણે તમામ પોલ પંડિતોને ચોંકાવી દીધા છે. રાજ્યમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો નથી. રાજ્યમાં ભાજપની સીટ જતી દેખાઈ રહી છે જેની ખુદ પાર્ટીને પણ ક્યારેય આશા નહોતી. 2014ની વાત કરીએ તો ભાજપે અહીં કુલ સૌથી વધુ 76.13 ટકા મત મેળવીને બંપર જીત મેળવી હતી અને રાજ્યમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. પરંતુ 2014ના બરાબર પાંચ વર્ષ બાદ ભાજપ અહીં સત્તામાંથી બહાર થતી દેખાઈ રહી છે.

મતદાન ઘટ્યુ

મતદાન ઘટ્યુ

રાજ્યમાં ભાજપ માટે મુશ્કેલીનુ એક મોટુ કારણ એ પણ છે કે અહીં 2014ની સરખામણીમાં મત ટકા ઘટ્યા છે. આ વખતે કુલ મતદાન 69.47 ટકા થયુ. એવામાં લગભગ 8 ટકા ઓછુ મતદાન થયુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે રાજ્યમાં ઓછુ મતદાન થવુ ભાજપ માટે મુશ્કેલી સાબિત થઈ રહ્યુ છે. રસપ્રદ વાત તો એ છે કે આ વર્ષે મે મહિનામાં થયેલી લોકસભા ચૂંટણીમાં મોટાભાગના રાજ્યોમાં મત ટકા ગઈ ચૂંટણીની સરખામણીમાં વધ્યા હતા.

રજાઓ પણ હોઈ શકે છે મોટુ કારણ

રજાઓ પણ હોઈ શકે છે મોટુ કારણ

વાસ્તવમાં હરિયાણામાં જ્યાં બધી 90 સીટો પર એક તબક્કામાં જ મતદાન થયુ હતુ. અહીં 21 ઓક્ટોબર એટલે કે સોમવારે મતદાન થયુ હતુ. એવામાં ઘણા કાર્યાલયોમાં શનિવારે રજા હોવાના કારણે ત્રણ દિવસની રજાઓના કારણે તહેવારોના મોસમમાં મોટી સંખ્યામાં લોકો રજાઓ માણવા માટે કે પછી અન્ય કારણોસર મત આપવા માટે ગયા જ નહિ. ભાજપને આ વાતનો અંદાજો પણ આવી ગયો હતો. ખુદ પ્રધાનમંત્રી મોદીએ ઘણી વાર મતદારોને મત આપવાની અપીલ કરી હતી અને લોકોને આને નેશનલ ડ્યુટી તરીકે લેવા માટે કહ્યુ હતુ.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામઃ પરલીથી ધનંજય મુંડે આગળ, જેમના પર લાગ્યો હતો ચારિત્ર હનનનો આરોપઆ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામઃ પરલીથી ધનંજય મુંડે આગળ, જેમના પર લાગ્યો હતો ચારિત્ર હનનનો આરોપ

2014માં બંપર જીત

2014માં બંપર જીત

મતોની ગણતરીના શરૂઆતના આંકડાઓ પર નજર નાખીએ તો ભાજપ ધીમે ધીમે બહુમત તરફ આગળ વધી રહ્યુ છે પરંતુ તેમછતા 45ના આંકડાથી દૂર દેખાઈ રહ્યુ છે. જો કે 2014ની સરખામણીમાં કોંગ્રેસે પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે. જ્યારે જનનાયક જનતાપાર્ટી પણ અહીં આગળ ચાલી રહી છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે અહીં 15 સીટો પર જીત મેળવી હતી જયારે ભાજપે 47 સીટો પર જીત મેળવીને સરકાર બનાવી હતી.

English summary
Haryana Election Results 2019: Reason is why BJP may lose the ground in Haryana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X