For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બુઢ્ઢા હોગા તેરા બાપ': વિશ્વનો બીજા નંબરનો સૌથી ઘરડો પિતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ramjit-raghav
હરિયાણા, 18 ઑક્ટોબર: આજના જમાનામાં 96 વર્ષની ઉંમર પહોંચવી તે મોટી ઉપલ્બધિ ઓછું નથી. પરંતુ આ ઉંમરે જો કોઇ પિતા બને તે કોઇ ચમત્કાર જ કહેવાય. આવો ચમત્કાર હરિયાણાના એક માણસે કરી બતાવ્યો છે. હરિયાણાના સોનીપત જિલ્લાનો એક વ્યક્તિ 96 વર્ષની ઉંમરે બીજી વાર પિતા બન્યો છે. તે દુનિયાનો બીજા નંબરનો ઘરડો પિતા છે.

સોનીપતના ખરખૌદા ગામના રહેવાસી રામજીત રાધવે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. 5 ઑક્ટોબરના રોજ રાઘવની 52 વર્ષીય પત્ની શકુંતલા દેવીએ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં તેમના બીજા બાળકને જન્મ આપ્યો છે. બે પહેલાં એટલે કે 94 વર્ષની ઉંમરે તે પ્રથમ બાળકના પિતા બન્યા હતા. તેમના પ્રથમ બાળકનું નામ વિક્રમજીત છે. અને બીજા બાળકનું નામ તેમને રંજીત રાખ્યું છે.

બીજા બાળકના જન્મથી રામજીત ખૂબ જ ખુશ છે. તેમની પત્ની શકુંતલાએ જણાવ્યું હતું કે નોર્મલ ડિલેવરી થઇ છે અને તેમનું બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જોકે ગામના કેટલાક લોકોએ રામજીતના પુરૂષત્વ અને શકુંતલાની નિષ્ઠા સામે આંગળી ચીંધી છે.

ગામમાં રામજીતના કોઇ સંબંધી પણ નથી. ઘણા લોકોની માફક રોજગારીની શોધમાં તે પણ સોનીપત આવ્યો હતો. 20 વર્ષ પહેલાં તે યૂપીના આઝમગઢમાં નોકરીની શોધમાં અહીં આવ્યા હતા અને અહીં આવીને ખેડૂત બની ગયા હતા. રામજીત રાઘવ પોતાની યુવાનીમાં તે પહેલવાન હતો. હાલ તેમને પેંશન રૂપે 550 રૂપિયા મળે છે. ઘણીવાર સમાજના લોકો આ દંપતિને કપડાં, ખાવાનુ અને ધાબળા વગેરે પુરૂ પાડે છે.

English summary
A 96-year-old Indian farmer from Sonipat district, Haryana, has become the world’s oldest father for the second time beating the record he set for himself two years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X