મંત્રીજી બોલ્યા, 'ગીતિકા તો કાંડાની નોકરાણી હતી'

નોંધનીય છે કે ગીતિકા શર્માને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાના આરોપસર હરિયાણાના પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોપાલ કાંડા છેલ્લા છ મહિનાથી જેલમાં બંધ છે. હરિયાણાના મંત્રી શિવચરણ શર્માના આ નિવેદન બાદ ચૌટાલાની પાર્ટી આઇએનએલડીએ તેમના રાજીનામાની માંગ કરી છે. 29 ડિસેમ્બરના રોજ ગોપાલ કાંડાનો જન્મ દિવસ હતો, આ તકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવચરણ શર્મા બોલી રહ્યાં હતા.
તેમણે કહ્યું કે ગીતિકા આત્મહત્યા કેસ કોઇ એટલો મોટો કેસ નથી. ખરા અર્થમાં ગોપાલ કાંડાએ ખોટી નોકરાણી રાખી હતી. તેનાથી કંઇ ડરવાની વાત નથી. ગોપાલ કાંડા નિર્દોષ પૂરવાર થશે. આ કાર્યક્રમમાં ગોપાલ કાંડાના જન્મદિનની શુભેચ્છા પાઠવવા હરિયાણા આવેલા મુખ્ય સંસદીય સચિવ પ્રહલાદ સિંહ ગિલ્લાંખેડાએ કહ્યું કે કાંડા આગામી જન્મદિને જરૂર આપણી સાથે હશે.












Click it and Unblock the Notifications
