For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણામાં પીએમ મોદીએ કોંગ્રેસને પૂછ્યું- આખરે તમને 370 આટલું બધું કેમ પસંદ છે

હરિયાણામાં પીએમ મોદીએ કોંગ્રેસને પૂછ્યું- આખરે તમને 370 આટલું બધું કેમ પસંદ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ મોદીએ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પ્રચાર દરમિયાન મનોહર લાલ ખટ્ટરના ભારે વખાણ કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પાંચ વર્ષ પહેલા મેં પ્રદેશમાં સરકાર બનાવવાની વાત કહી હતી ત્યારે વિપક્ષે મને સતત સવાલો કર્યા હતા કે અમારા કેપ્ટન કોણ છે. તમે એક મજબૂત કેપ્ટન અને જબરદસ્ત ટીમને પાછલા પાંચ વર્ષ જોઈ છે. જે લોકો મને સવાલ કરતા હતા આજે તેઓ કોઈ પ્રકારે પોતાના નેતૃત્વને સાથે રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

modi

વિપક્ષ પર હુમલો બોલતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ શહીદોના પરિવારોને જવાબ દેવો જોઈએ કે જે સીમા પર લોકોની રક્ષા માટે તહેનાત રહે છે, આખરે કેમ આ નિર્દોષ જવાનોએ આતંકી હુમલામાં શહીદ થવું પડ્યું. આ લોકોએ તેમની માતાઓને જવાબ દેવો જોઈએ કે આખરે આર્ટિકલ 370ને કારણે આપણા જવાનો કેમ શહીદ થતા રહ્યા, આખરે તેમને આર્ટિકલ 370 આટલો બધો કેમ પસંદ હતો. જણાવી દઈએ કે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમ મોદી ભાજપ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચ્યા.

જણાવી દઈએ કે પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અહીં ત્રીજા સ્થાન પર રહી હતી અને તેને માત્ર 14 સીટ પર જ જીત હાંસલ થઈ હતી. જ્યારે ઈન્ડિયન નેશનલ લોકદળને 19 સીટ પર જીત મળી હતી. જ્યારે ભાજપે અહીં શાનદાર પ્રદર્શન કરતાં 47 સીટ પર ભગવો લહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં વિધાનસભાની કુલ 89 સીટ છે, અહીં 21 ઓક્ટોબરે મતદાન થશે. તમામ સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે ચૂંટણીના પરિણામની ઘોષણા 24મી ઓક્ટોબરે થશે.

મહારાષ્ટ્ર ચૂંટણી માટે શિવસેનાએ ભાજપથી અલગ ઘોષણાપત્ર જાહેર કર્યુંમહારાષ્ટ્ર ચૂંટણી માટે શિવસેનાએ ભાજપથી અલગ ઘોષણાપત્ર જાહેર કર્યું

English summary
Haryana: modi asked to congress- why do you like article 370 that much?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X