For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસ કેસમાં સંજય રાઉતે કહ્યુ - સરકારે કંઈ ખોટુ ન કર્યુ હોય તો તથ્યોને સામે આવવા દો

મહારાષ્ટ્રથી શિવસેના સાંસદ સંજય રાઉતે ઉત્તર પ્રદેશ સરકાર પર ઈશારા ઈશારામાં નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાથરસ ગેંગરેપ કેસને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. પીડિતાના પરિવારને મળવા માટે ઘણા રાજકીય પક્ષો અને પોલિસ વચ્ચે ધક્કામુક્કી થઈ. વળી, મહારાષ્ટ્રથી શિવસેના સાંસદ સંજય રાઉતે ઉત્તર પ્રદેશ સરકાર પર ઈશારા ઈશારામાં નિશાન સાધ્યુ છે. શનિવારે મીડિયાકર્મીઓ સાથે વાત કરીને સંજય રાઉતે કહ્યુ કે જો સરકારે કંઈ પણ ખોટુ ન કર્યુ હોય તો મીડિયાને પીડિતાના ગામમાં જવાની મંજૂરી આપવી જોઈએ.

sanjay raut

તમને જણાવી દઈએ કે હાથરસ ગેંગરેપને લઈને દેશભરમાં આક્રોશ છે. ઠેર-ઠેર લોકો પીડિતા માટે ન્યાયની માંગ કરીને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે હાથરસ કેસમાં નિવેદન આવીને સંજય રાઉતે કહ્યુ, મને ખબર નથી કે મીડિયાને કેમ રોકવામાં આવી. જો સરકારે કંઈ ખોટુ ન કર્યુ હોય તો મીડિયાને તથ્યોને સામે લાવવા માટે જવાની મંજૂરી આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સંજય રાઉતે યુપી સરકાર પર હુમલો કરી ચૂક્યા છે. હાથરસ જતા રાહુલ ગાધી અને પ્રિયંકા ગાંધી સાથે થયેલી ધક્કામુક્કી પર સંજય રાઉતે કહ્યુ હતુ કે પોલિસે કોંગ્રેસ નેતાઓ સાથે જે વ્યવહાર કર્યો છે તેનુ કોઈ સમર્થન ન કરી શકે. આ એક રીતે દેશના લોકતંત્રનો ગેંગરેપ છે. આની તપાસ થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે હાથરસ ગેંગરેપ પીડિતાના મોત બાદ એસઆઈટી તપાસમાં ખલેલનો હવાલો આપીને યુપી સરકારે પીડિતાના ગામને સંપૂર્ણ પણે સીલ કરી દીધુ હતુ. ગામમાંથી ના કોઈ બહાર જવાની મંજૂરી હતી અને ના મીડિયાકર્મીઓ સહિત સામાન્ય નાગરિકને અંદર જવાની મંજૂરી હતી. જો કે ઘણા વિરોધ બાદ હવે રાજ્ય સરકારે મીડિયાને પીડિત પરિવારને મળવાની મંજૂરી આપી છે. શનિવારે પત્રકારો સાથે વાત કરતા પીડિત પરિવારે ઉત્તર પ્રદેશ પોલિસ અને એસઆઈટી ટીમ પર ગંભીર આરોપ લગાવ્યા.

હાથરસ કેસઃ પીડિતના ગામમાં મીડિયાને મળી એન્ટ્રી, રાજકીય પક્ષો માટે રોક યથાવતહાથરસ કેસઃ પીડિતના ગામમાં મીડિયાને મળી એન્ટ્રી, રાજકીય પક્ષો માટે રોક યથાવત

English summary
Hathras: Sanjay Raut said - If the government has done nothing wrong then let the facts come out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X