રાજકીય ધમધમાટ, કોંગ્રેસના પોસ્ટરમાંથી રાહુલ ગાંધી ગાયબ
નવી દિલ્હી, 15 મેઃ લોકસભા ચૂંટણી 2014ના પરિણામને હવે અમુક કલાકોની જ વાર છે, ત્યારે દેશના પાટનગર દિલ્હીમાં રાજકીય ધમધમાટ શરૂ થઇ ગયો છે. એક તરફ એક્ઝિટ પોલના પરિણામથી ઉત્સાહિત ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર રચવાને લઇને અને કયા કદાવર નેતાને કયુ ખાતું આપવું એ વાતને લઇને વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી જો ભાજપને બહુમતિના મળે તો પોતે યુપીએ 3ની રચના કેવી રીતે કરી શકે તે અંગે બેઠક કરીને વિવિધ પ્રાદેશિક પાર્ટીઓનો સંપર્ક કરી રહી છે.
2.36 pm
કોંગ્રેસના પોસ્ટરમાંથી રાહુલ ગાંધી ગાયબ
દિલ્હી ખાતે કોંગ્રેસના પોસ્ટરમાંથી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની તસવીરો ગાયબ થઇ ગઇ છે. આ અંગે કોંગ્રેસના નેતા મીમ અફઝલે કહ્યું છેકે ચૂંટણીના પરિણામ આવે ત્યાં સુધી રાહ જુઓ.

ભાજપનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હશેઃ યોગેન્દ્ર યાદવ
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને પૂર્ણ બહુમતિ મળશે તેવું જણાવવામાં આવ્યું રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીને નેતા યોગેન્દ્ર યાદવે એક્ઝિટ પોલ અંગે કહ્યું છેકે, ભાજપ ઇતિહાસનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને કોંગ્રેસ સૌથી ખરાબ પ્રદર્શન કરશે.
2.08 pm
સવારે 10.30 વાગ્યાથી ચાલું થયેલી આરએસએસ અને રાજનાથ સિંહ વચ્ચેની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભાજપની સરકાર બને તો કેવા પ્રકારની રણનીતિ કરવી અને વરિષ્ઠ નેતાઓનું સ્વમાન કેવી રીતે જાળવવું એ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.
12.12 pm
ભાજપ અધ્યક્ષના ઘરે આરએસએસની બેઠક
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહના ઘરે આરએસએસના નેતાએ બેઠક બોલાવી છે. જેમાં સરકાર રચવનાને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવનારી છે. આ બેઠક ચાલું થઇ ગઇ છે. જેમાં રામલાલ અને સતીશ, સુરેશ સોની ઉપરાંત અમિત શાહ પણ બેઠકમાં હાજર રહેવાના છે. અમિત શાહ બેઠકનો ભાગ બનવા માટે રાજનાથ સિંહના ઘરે રવાના થઇ ગયા છે.
દિલ્હીમાં મોદીની રાજતિલકની તૈયારી
જે પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા છે અને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને સ્પષ્ટ બહુમતિ મળતી હોવાનું જણાતા ભાજપે દિલ્હીમાં રાજ તિલકની તૈયારી આદરી દીધી છે. આ ઉપરાંત અમદાવાદ, મુંબઇ સહિતના શહેરમાં પણ ભાજપનું વિજય સરઘસ કાઢવાની અને જનતામાં મીઠાઇ વેચવા સહિતની તૈયારીઓ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
