For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: આગામી કલાકોમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Weather Updates: આગામી કલાકોમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

|
Google Oneindia Gujarati News

દેશના કેટલાય રાજ્યોમાં ચોમાસાના પગલે પૂર જેવા હાલાત પેદા થઈ ગયા છે, ઉત્તરાખંડમાં ગંગા નદી બંને કાંઠે વહી રહી છે. અલકનંદા અને મંદાકિની નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે જ્યારે હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદી પણ પૂરજોશથી વહી રહી છે. નદી કાંઠે રહેતા લોકોને હાલ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા છે. હવામાન વિભાગે આજે પણ અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદના અણસાર

ભારે વરસાદના અણસાર

હવામાન વિભાગે આગલા કેટલાક કલાકો દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. વિભાગે કહ્યું કે આગલા કેટલાક કલાકો દરમિયાન બરસાના, નંદગાંવ, મહાવા, રાજગઢ, લક્ષ્મણગઢ, નદબઈ, નગર (રાજસ્થાન) આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે જ્યારે કોટપુતલી, ખૈરથલ, રાજગઢ, અલવર, તિજારા, વિરાટનગર, મહુવા (રાજસ્થાન)માં પણ ભારે વરસાદની આશંકા છે.

ચોમાસું મોડું પહોંચશે

ચોમાસું મોડું પહોંચશે

દિલ્હીવાસીઓએ હજી ચોમાસા માટે થોડો ઈંતેજાર કરવો પડશે. ભારતીય હવામાન વિભાગે ફરીથી કહ્યું કે દક્ષિણ- પશ્ચિમ મૉનસૂનની ગતિ પહેલેથી ધીમી થઈ ગઈ છે, એવામાં દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં ચોમાસાની એન્ટ્રી થોડી મોડી થઈ શકે છે. વિભાગ મુજબ આ રાજ્યોમાં આગલા અઠવાડિયા સુધી ચોમાસું પહોંચી શકે છે.

હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા

હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા

ગુજરાત, દક્ષિણ- પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર તથા ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. જ્યારે જીંદ, ગોહાના, હિસાર, હાંસી, મહમ, રોહતક, સિવાની, તોશામ, ભિવાની, મહેંદ્રગઢ અને ઉત્તર પ્રદેશના સહારનપુર, ગંગોહની આજુબાજુના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા જોવા મળી રહી છે.

દેશમાં 41 ટકા વધુ વરસાદ થઈ શકે

દેશમાં 41 ટકા વધુ વરસાદ થઈ શકે

હવામાન વિભાગ મુજબ ભારતમાં હજી કેટલાય ભાગમાં ચોમાસું નથી આવ્યું પરંતુ 1થી 20 જૂન વચ્ચે દેશમાં 41 ટકા વધુ વરસાદ થઈ શકે છે. ગત 24 કલાકમાં સતનામાં 4 સેમી, સિવનીમાં 2 સેમી, બિહારમાં 4 સેમી, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને તટીય કર્ણાટકમાં 3 સેમી વરસાદ થયો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે અગાઉ પણ ભવિષ્યવાણી કરી હતી કે આ વખતે મૉનસૂન સીઝન ઘણી સારી રહેશે અને કૃષિ માટે સારા સમાચાર છે. હાલ જેવી રીતે અણસાર છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આ વખતે ચોમાસું કોઈને નિરાશ નહી કરે.

English summary
heavy rain expected today in some area of uttar pradesh and rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X