For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી-NCRમાં વરસાદનો કહેર, નોઈડામાં સ્કૂલો બંધ, ગુરુગ્રામમાં વર્ક ફ્રોમ હોમના આદેશ

દિલ્લી-એનસીઆરમાં વરસાદે લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. જાણો અપડેટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક તરફ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. ભારે વરસાદને કારણે યુપીના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ દિલ્લી-એનસીઆરમાં પણ વરસાદે લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ધોરણ 8 સુધી શાળાએ જતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા નોઇડા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

delhi

નોઈડા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં એક દિવસ માટે શાળાઓ બંધ રાખવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. અલીગઢ, કાનપુર, સીતાપુર, બહરાઈચ, ઉન્નાવ અને રાજધાની લખનઉમાં જિલ્લા મેજિસ્ટ્રેટે પણ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. નોઈડાના જિલ્લા મેજિસ્ટ્રેટે ગુરુવારે આદેશ જાહેર કર્યો છે કે જિલ્લાના તમામ બોર્ડના ધોરણ 8 સુધીની શાળાઓ શુક્રવારે એટલે કે 23 સપ્ટેમ્બરે બંધ રહેશે. ગાઝિયાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશ કુમાર સિંહે પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને શુક્રવારે વર્ગ 1થી 8 માટે રજા જાહેર કરી છે.

બીજી તરફ ગુરુગ્રામમાં ભારે વરસાદ પછી જિલ્લા વહીવટીતંત્રે તમામ કૉર્પોરેટ ઑફિસો અને ખાનગી સંસ્થાઓ માટે શુક્રવાર, 23 સપ્ટેમ્બરના રોજ એડવાઈઝરી જાહેર કરી છે. વહીવટીતંત્રે કહ્યુ કે કાર્યકારી કર્મચારીઓને શુક્રવારે ઘરેથી કામ કરવાની મંજૂરી આપવી જોઈએ જેથી વરસાદને કારણે ટ્રાફિક જામ ટાળી શકાય અને રોડ અને ગટર બાંધકામ એજન્સીઓ સરળતાથી તેમના સમારકામ અને જાળવણીનુ કામ કરી શકે.

જિલ્લામાં આવેલી તમામ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને જાહેર હિતમાં 23 સપ્ટેમ્બરે તેમની શાળાઓ કે કૉલેજોમાં રજા જાહેર કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાં, જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારીએ અલીગઢમાં નર્સરીથી 12મા સુધીની શાળાઓને આગામી બે દિવસ એટલે કે 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને આગ્રા પ્રશાસને પણ 12 ધોરણ સુધીની શાળાઓને 23 અને 24 સપ્ટેમ્બરે બંધ રાખવા જણાવ્યું છે. મેનપુરીમાં ધોરણ 8 સુધીની શાળાઓ બે દિવસ માટે બંધ રહેશે.

English summary
Heavy rain in Delhi-NCR, schools remain closed on Friday, work from home orders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X