For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mumbai Rains: ભારે વરસાદને પગલે મુંબઈમાં તબાહી, 11 લોકોનાં મોત

Mumbai Rains: ભારે વરસાદને પગલે મુંબઈમાં તબાહી, 11 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

ભારે વરસાદના કારણે મુંબઈના હાલ બેહાલ થ ગયા છે. ગુરુવારથી થઈ રહેલ વરસાદે લોકોને ખુબ પરેશાન કરી મૂક્યા છે, મુંબઈના ચેમ્બબૂરમાં ભારે વરસાદને કારણે દિવાલ પડવાથી 11 લોકોનાં મોત થયાં છે જ્યારે કેટલાક ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે, જ્યારે બોરીવલી ઈસ્ટમાં પૂરને પગલે કપરા હાલાત પૈદા થઈ ગયા છે. ઠેર-ઠેર પાણી ભરાવવાથી લોકોને આવવા જવામાં બહુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદની ચેતવણી

ભારે વરસાદની ચેતવણી

મુંબઈમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે વરસાદે ભારતીય રેલવેની સેવાઓ પર પણ ઘણી અસર નાખી છે. મુંબઈનું સાયનરેલવે ટ્રેક આખેઆખું પાણીમાં ડૂબી ગયું છે જ્યારે ગાંધી માર્કેટ વિસ્તારમાં ભારે જળ ભરાવો થયો છે. જણાવી દઈએ કે એક અઠવાડિયામાં જ મુંબઈમાં લગભગ 302 મિમી વરસાદ થઈ ચૂક્યો છે, જે સામાન્યથી 17 ટકા વધુ છે અને મહારાષ્ટ્રમાં ગત 24 કલાક દરમિયાન રેકોર્ડ 253.3 મિલીમીટર વરસાદ થયો છે.

લોકોને સમુદ્રતટથી દૂર રહેવાની ચેતવણી

લોકોને સમુદ્રતટથી દૂર રહેવાની ચેતવણી

આજે પણ મુંબઈમાં હાઈ ટાઈડની આશંકા છે. લોકોને સમુદ્ર તટથી દૂર રહેવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા કહ્યું કે મુંબઈ અને આજુબાજુના ઉપનગરોમાં આગલા 24 કલાક દરમિયાન મૂશળધાર વરસાદ થઈ શકે છે.

રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ભારે વરસાદની આગાહી

રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે દક્ષિણ કોંકણ ક્ષેત્રમાં આગલા 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે આજે અને કાલે મહારાષ્ટ્રના રત્નાગિરી અને સિંધુદુર્ગમાં અલગ અલગ સ્થળોએ પણ વીજળી સાથે ભારે વરસાદની આશંકા છે.

સ્ટાઈમેટે પણ ચેતવણી આપી

સ્ટાઈમેટે પણ ચેતવણી આપી

સ્કાઈમેટે આગલા 24 કલાક દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વી રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે અને કર્ણાટક, કેરળ અને દક્ષિણી મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.

English summary
Heavy rain in mumbai, 11 man died, today rain alert in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X