ઉત્તરાખંડમાં ફરી ખતરો, ભારે વરસાદની ચેતાવણી

દહેરાદુન, 2 જૂલાઇ: 16 અને 17 જૂનના રોજ ઉત્તરાખંડમાં આવેલી તબાહીનો મંજર હજુ પુરો થયો નથી કે એક નવા ખતરાએ દસ્તક આપી દિધી છે. કેદારઘાટી, બદ્રીનાથ સહિત સમગ્ર ઉત્તરાખંડ ગત મહિને આવેલી તબાહીમાં સંપૂર્ણ વેરાન થઇ ગયું છે.

ભારે વરસાદ, ભૂસ્ખલન, વાદળ ફાટવાના કારણે અને પૂરના કારણે મચેલી તબાહીમાં હજુ હજારો લોકો ત્યાં ફસાયેલા છે. સેના હજુ પણ રાહત-બચાવ કાર્યમાં લાગેલી છે, પરંતુ હવામાન વિભાગે ચેતાવણીએ સેનાની મુશ્કેલી વધારી દિધી છે. હવામાન વિભાગની આગાહીએ બધાની ચિંતા વધારી દિધી છે.

uttarakhand-flood-relief

હવામાન વિભાગે ચેતાવણી જાહેર કરતાં કહ્યું છે કે આ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉત્તરાખંડમાં ફરી એકવાર મૂશળાધર વરસાદની ચેતાવણી જાહેર કરી છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યો છે કે આ વખતે 16 જૂનથી પણ વધુ ખતરનાક હોય શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 થી 7 જૂલાઇ વચ્ચે ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં 70-130 મિલીમીટર વરસાદ વરસી શકે છે. જો કે 16-17 જૂનના રોજ 300 મિલીમીટરથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે જો બે દિવસના વરસાદે ઉત્તરાખંડની હાલત આવી થઇ ગઇ છે તો આ વખતના એલર્ટમાં શું થશે. જો હવામાના વિભાગની ચેતાવણી સાચી સાબિત થઇ ગઇ તો ઉત્તરાખંડમાં તબાહીનું રૂપ વધુ ભયાનક થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X