બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
પશ્ચિમ બંગાળ, બિહાર સહિત દેશમાં રાજ્યોમાં ફરી એક વખત ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે. તે આગામી બે દિવસમાં પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.


આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
હવામાનની આગાહી મુજબ આંધ્ર પ્રદેશમાં મંગળવારે, બુધવાર અને ગુરુવારે તેલંગાણા અને ઝારખંડમાં અને 20 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં વરસાદની સંભાવના છે. દિલ્હીમાં 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદ પડશે. આ દરમિયાન 19, 21 અને 22 ઓગસ્ટ માટે યલો એલર્ટ અને 20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હિમાચલમાં યલો એલર્ટ જારી કરાયુ
18 ઓગસ્ટે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં ભારે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને અહીં ત્રણ દિવસ સુધી યલો એલર્ટ જારી કર્યું છે. પશ્ચિમ યુપીના 17 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

ઉત્તરપ્રદેશના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગર, મેરઠ, હાપુર, અમરોહા, બદાયુ, બરેલી, બુલંદ શહેર, સંભલ, અલીગઢ, કાસગંજ, મૈનપુરી અને ફરરુખાબાદ જિલ્લામાં વરસાદ નોંધાશે. આ સિવાય સિદ્ધાર્થ નગર, મહારાજગંજ, કુશીનગર શ્રાવસ્તી બલરામપુર જિલ્લામાં વરસાદની સંભાવના છે.