For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુઃ ઉધમપુરમાં સેનાનુ હેલીકૉપ્ટર દૂર્ઘટનાનો શિકાર, બંને પાયલટ ઘાયલ

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના પટનીટૉપ વિસ્તાર પાસે શિવગઢ ધારમાં મંગળવારે એક હેલીકૉપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના પટનીટૉપ વિસ્તાર પાસે શિવગઢ ધારમાં મંગળવારે એક હેલીકૉપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. ઘટનાને લઈને સીનિયર પોલિસ અધિકારીઓ જણાવ્યુ કે શરૂઆતના રિપોર્ટથી જાણવા મળે છે કે આ સેનાનુ હેલીકૉપ્ટર હતુ જેને શોધવા માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. જો કે ઘટના સ્થળે પહોંચવા માટે ટીમને એક કલાકથી વધુનો સમય લાગશે. વળી, ભારતીય સેના તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે આ દૂર્ઘટનામાં બંને પાયલટ ઘાયલ છે જેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

helicopter

આ તરફ હેલીકૉપ્ટર ક્રેશ થવાની ઘટનાને લઈને જમ્મુ કાશ્મીર પોલિસે જણાવ્યુ કે સ્થાનિક લોકોએ ઉધમપુરના પટનીટૉપ વિસ્તાર પાસે એક હેલીકૉપ્ટર પડવાની સૂચના આપી દીધી છે. અમે ટીમને વિસ્તારમાં મોકલી દીધી છે. લેટેસ્ટ માહિતી મુજબ અધિકારીએ કહ્યુ કે હેલીકૉપ્ટર પહાડી પર દૂર્ઘટનાનો શિકાર બન્યુ છે. પોલિસની માનીએ તો ઘટના સ્થલે પગપાળા જવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગશે. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે વિસ્તારમાં ગાઢ ધૂમ્મસ હોવાના કારણે સર્ચ ટીમ માટે ચોક્કસ સ્થાન શોધવામાં મુશ્કેલી થઈ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યુ કે ડીઆઈજી, ઉધમપુર રેંજ સુલેમાન ચૌધરીએ કહ્યુ કે અમને સૂચના મળી છે ત્યારબાદ શિવગઢ ધાર તરફથી એક પોલિસ ટીમ મોકલવામાં આવી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે હેલીકૉપ્ટર ક્રેશ થયુ હતુ કે ક્રેશ લેંડિંગ હતુ. તમને જણાવી દઈએ કે આ પહેલા ગયા મહિને 3 ઓગસ્ટે જ ભારતીય સેનાનુ એક હેલીકૉપ્ટર કઠુઆમાં ક્રેશ થયુ હતુ ત્યારબાદ ઑથોરિટીઝે મોટા સ્તરે સર્ચ અભિયાન ચલાવ્યુ હતુ.

English summary
Helicopter crash Patnitop area of Udhampur jammu and kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X