યાત્રીએ કર્યું PM મોદીને ટ્વીટઃ મદદ કરો, વિમાન હાઇજેક થયું છે

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવારે જયપુરથી દિલ્હી જતી જેટ એરવેઝ ફ્લાઇટના એક મુસાફરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ટેગ કરીને એક ટ્વીટ કરતાં મોટો હોબાળો થયો હતો. આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલ નિતિન વર્મા નામના વ્યક્તિએ પીએમ મોદીને ટેગ કરી ટ્વીટ કર્યું કે, વિમાન હાઇજેક કરવામાં આવ્યું છે. આ ટ્વીટ બાદ સાંગાનેર એરપોર્ટ પણ જાણે તોફાન સર્જાયું હતું.

jet airways

ગુરૂવારે મુંબઇથી દિલ્હી જઇ રહેલ ફ્લાઇટ જેટ એરવેઝના વિમાન 9 ડબલ્યૂ 355માં મુસાફરી કરી રહેલ વ્યક્તિએ ખોટું ટ્વીટ કરતાં લખ્યું હતું કે, લાગે છે કે આ વિમાનનું અપહરણ થયું છે. તેણે જેટ એરવેઝના અધિકારીઓ પાસે આ અંગે કારણ પણ માંગ્યું હતું.

જેટ એરવેઝ તરફથી અપાયું સ્પષ્ટીકરણ

નિતિને પ્રથમ જેટ એરવેઝને ટ્વીટ કર્યું હતું તથા જેટ એરવેઝ તરફથી તેમને કારણ પણ જણાવવામાં આવ્યું હતું. નિતિનને જણાવવામાં આવ્યું કે, ટ્રાફિકના કારણે વિમાન મોડું પડી રહ્યું છે. કોઇએ વિમાન હાઇજેક નથી કર્યું.

પીએમ મોદીને કર્યું ટ્વીટ

હવે આને યાત્રીની મૂર્ખામી કહો કે ડર, તેમણે આવું જ અન્ય એક ટ્વીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને પણ કર્યું હતું.

સીઆઇએએફ એ જૂઠ્ઠા ટ્વીટ સામે લીધાં પગલાં

વિમાન જયપુર પહોંચ્યું ત્યારે સીઆઇએએફ દ્વારા આ ખોટું ટ્વીટ કરવા બદલ તે યાત્રીને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિમાનની તપાસ કર્યા બાદ તેને દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 150 યાત્રીઓ હતા.

ટ્રાફિકને કારણે વિમાન ડાયવર્ટ કરવામાં આવ્યા હતા

આ ઘટના બાદ સાંગાનેર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કારભારી નિયમકે મીડિયાને જણાવ્યું કે, દિલ્હીમાં વિમાનોની ભારે અવર-જવરના કારણે જગ્યાની ખોટ હોવાથી કેટલાક વિમાનોન જયપુરના સાંગાનેર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ વિમાનોમાંથી જ એક હતું જેય એરવેઝનું વિમાન 9 ડબલ્યૂ 355.

English summary
A passenger's tweet to the Prime Minister sent security agencies into a tizzy.
Please Wait while comments are loading...