For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેમંત સોરેન ઝારખંડના નવમા મુખ્યમંત્રી હશે

|
Google Oneindia Gujarati News

hemant-soren
રાંચી, 10 જુલાઇ : ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતા હેમંત સોરેન ઝારખંડના નવમા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) તથા અન્ય નાના પક્ષોના ધારાસભ્યો તથા અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મેળવીને હેમંત સોરેને મંગળવારે ઝારખંડના રાજ્યપાલ સૈયદ અહેમદને મળીને સરકાર બનાવવાની દાવેદરી રજૂ કરી હતી.

જેએમએમ દ્વારા રાજ્યપાલને 43 ધારાસભ્યોના નામ સૌંપવામાં આવ્યા છે, જેમણે જેએમએમના નેતૃત્વમાં બનનારી સરકારને સમર્થન આપવાની વાત કરી છે. હવે બધાની આંખો રાજ્યપાલ પર છે. રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે રાજ્યપાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અહેવાલ મોકલી આપ્યો છે. કેન્દ્ર દ્વારા રાષ્ટ્રપતિ શાસન દૂર કરાયા બાદ અહીં નવી સરકાર બની શકશે.

ઝારખંડની રચના નવેમ્બર, 2000માં કરવામાં આવી હતી. ઝારખંડ બિહારમાંથી અલગ થઇને નવું રાજ્ય બન્યું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બાબુ મરાંડી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેમનું સ્થાન ભાજપના જ અર્જુન મુંડાએ લીધું હતું. જેએમએમના શિબૂ સોરેન ત્રીજા મુખ્યમંત્રી હતા. જો કે તેમણે માત્ર 8 દિવસમાં રાજીનામુ આપી દીધું હતું અને ફરી અર્જુન મુંડાની સરકાર બની હતી.

ત્યારે બાદ સપ્ટેમ્બર 2006માં કોંગ્રેસ, રાજદ અને જેએમએમના સમર્થનથી અપક્ષ ધારાસભ્ય મધુ કોડા રાજ્યના પાંચમા મુખ્યમંત્રી બન્યા હતા. ઓગસ્ટ 2008માં શિબૂ સોરેન છઠ્ઠા મુખ્યમંત્રી બન્યા. તેમણે જ ડિસેમ્બર 2009માં ફરી શપથ લીધા. અર્જુન મુંડા સપ્ટેમ્બર 2010માં રાજ્યના આઠમા મુખ્યમંત્રી બન્યા. હવે હેમંત સોરેન રાજ્યના નવમા મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે.

English summary
Hemant Soren will be ninth Chief Minister of Jharkhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X