For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિંગ કમાન્ડર અભિનંતનની વાપસી પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું સ્વાગત

રાહુલ ગાંધીથી માંડી મોદીએ આવી રીતે કર્યું અભિનંદનનું સ્વાગત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની લાંબા સમયના ઈંતેજાર બાદ આખરે પાકિસ્તાની સેનાએ છોડી મૂક્યા છે. અભિનંદન છૂટ્યા બાદ આખો દેશ ખુશીઓ મનાવી રહ્યો છે. સૌકોઈ અભિનંદનની વાપસી પર ખુશી વ્યક્ત કરતા તેમનું સ્વાગત કરી રહ્યા છે. પીએમ મોદીએ અભિનંદનનું સ્વાગત કરતા લખ્યું કે ઘર વાપસી પર અમે તમારું સ્વાગત કરીએ છીએ. દેશ તમારા અદમ્ય સાહસ પર ગૌરવાન્વિત છે. અમારા દેશની સેના 130 કરોડ ભારતીયોની પ્રેરણા છે. વંદે માતરમ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાની વાપસી પર ખુશીનો ઈઝહાર કર્યો છે.

narendra modi

રાહુલ ગાંધીએ કર્યું સ્વાગત

પીએમ મોદી ઉપરાંત અભિનંદનની વાપસી બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે વિંગ કમાન્ડર અભિનંદન, તમારા સ્વાભિમાન, શૌર્ય પર અમને સૌને ગર્વ છે. તમારું ભારતમાં બહુ પ્રેમ અને સ્વાગત કરે છે.

રાજનાથ સિંહે પણ કર્યું સ્વાગત

રાહુલ ગાંધી ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને વિંગ કમાન્ડરનું સ્વાગત કર્યું. રાજનાથ સિંહે લખ્યું કે ઘરમાં તમારું સ્વાગત છે, આખો દેશ વિંગ કમાન્ડર અભિનંદન પર ગર્વ કરે છે. જ્યારે રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પણ વિંગ કમાન્ડરના સ્વદેશની વાપસી બાદ ટ્વીટ કરવાની ખુશી વ્યક્ત કરી અને લખ્યું જય હિંદ. ઉપરાંત યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું કે વિંગ કમાન્ડર અભિનંદન ટ્વીટ કરીને લખ્યું વિંગ કમાન્ડર અભિનંદન તમારા દિલને સલામ, આખો દેશ તમારા પર ગર્વ કરે છે.

જેપી નડ્ડાએ લખ્યું જય હિંદની સેના

કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ લખ્યું જાંબાજ વિંગ કમાન્ડર અભિનંદન, આજે આખો દેશ તમારું સ્વાગત કરી રહ્યો છે, અભિનંદન કરી રહ્યો છે, દેશ તમારા પર ગર્વ છે. માં ભવાનીની કૃપા અમારી સેના પર બની રહી છે. જય હિંદ, જય હિંદની સેના.

અમિત શાહે પણ ટ્વીટ કરીને સ્વાગત કર્યું

વિંગ કમાન્ડરની વાપસી પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ અભિનંદન કર્યું. તેમણે ટ્વિટ કરીને વિંગ કમાન્ડર લખ્યું કે વિંગ કમાન્ડર અભિનંદન આખો દેશ તમારા સાહસ અને બહાદૂરી વર ગર્વ અનુભવી રહ્યો છે. તમારી વાપસીથી ભારત ખુશ છે. અમે આશા રાખીએ છીએ કે તમે ફરી એકવાર વાયુસેનામાં તે જનૂનથી જ સેવા કરો. તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ.

English summary
here is how political leader welcomed abhinandan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X