For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya Verdict: સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં 1934 અને 1949ના રમખાણોનો ઉલ્લેખ કેમ કર્યો?

Ayodhya Verdict: સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં 1934 અને 1949ના રમખાણોનો ઉલ્લેખ કેમ કર્યો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શનિવારે પોતાના ઐતિહાસિક ફેસલામાં સુપ્રીમ કોર્ટની પાંચ જજન બેંચે અયોધ્યામાં 2.77 એકરની જમીન હિન્દુ પક્ષને સોંપી દેવાનો આદેશ આપ્યો છે. પાંચ જજોની સંવૈધાનિક પીઠ જેની આગેવાની મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કરી, તેમની તરફતી વિવાદિત જમીન રામ જન્મભૂમિને આપવા નિર્દેશ આપ્યા છે. બેંચે માન્યું કે 1949 અને 1934માં થયેલ રમખાણોને કારણે આ જગ્યા વિવાદનો વિષય બની. વર્ષ 1934ના રમખાણો બાદ 1949 સુધી મુસ્લિમોને માત્ર શુક્રવારે નમાઝ પઢવાની મંજૂરી હતી અને તે પણ પોલીસ સંરક્ષણમાં.

બ્રિટિશ સરકારે 84,000 રૂપિયાનો દંડ ફટકાર્યો

બ્રિટિશ સરકારે 84,000 રૂપિયાનો દંડ ફટકાર્યો

અયોધ્યામાં ગાય કપાવાની એક ઘટના બાદ રમખાણો થયાં અને માળખાને મહદઅંશે નુકસાન પહોંચાડવામાં આવ્યું. જેનાથી એ વાત પણ સાબિત થઈ કે પહેલા પણ આ જગ્યા પર હિન્દુ અને મુસલમાનો વચ્ચે રમખાણો થઈ ચૂક્યા છે. આ રમખાણો બાદ બ્રિટિશ સરકારે આ વિસ્તારમાં રહેતા હિન્દુઓ પર 84,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 22 અને 23 ડિસેમ્બર 1949ની રાતે વિવાદિત માળખામાં રામલલ્લા પ્રકટ થયા બાદ આ મામલો ભારે ચગ્યો.

કેટલાય લોકો ઘાયલ થયા

કેટલાય લોકો ઘાયલ થયા

અગાઉ વર્ષ 1934માં થયેલ સાંપ્રદાયિક રમખાણોમાં કેટલાય લોકો ઘાયલ થયા હતા. 23 ડિસેમ્બર 1949 બાદ માળખાને પ્રશાસને અનુશાંગિક કરી લીધું હતું. જે તરત બાદ અયોધ્યાના સબ ઈન્સપેક્ટર રામ દેવે એક એફઆઈઆર નોંધી હતી. જે બાદ પાંચ જાન્યુઆરી 1950ના રોજ આની દેખરેખ માટે રિસીવર નિયુક્ત કરવામાં આવ્યા હતા. 16 જાન્યુઆરી 1950ના રોજ ગોપાલ સિંહ વિશારદે ફૈઝાબાદના સિવિલ જજની અદાલતમાં રામલલ્લાને ના હટાવવાને લઈ ઈન્જેક્શન રેગ્યુલર સૂટ નંબર 2, 1950 દાખલ કર્યો હતો. જેને અસ્થાયી રૂપે મંજૂર કરતા પૂજા અને દર્શનની અનુમતિ આપી હતી. ફૈઝાબાદના જિલ્લા પ્રશાસને પણ 19 જાન્યુઆરી 1059ના પોતાના આદેશમાં પૂજા-અર્ચના યથાવત રાખવાના આદેશ આપ્યા હતા.

ફેબ્રુઆરી 1986ના રોજ મહત્વનો આદેશ આપ્યો

ફેબ્રુઆરી 1986ના રોજ મહત્વનો આદેશ આપ્યો

ફૈઝાબાદના અધિવક્તા ઉમેશ પાંડેની અરજી પર ત્યાંના જિલ્લા જજ કૃષ્ણ મોહન પાંડેએ એક ફેબ્રુઆરી 1986ના રોજ વિવાદિત માળખાના ગેટ પર લાગેલ તાળું ખોલવાના આદેશ આપ્યા હતા. અખાડાએ મુખ્ય ન્યાયાધશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠને કહ્યું હતું કે કબ્જો સંપૂર્ણપણે તેમનો છે કેમ કે અલ્હાબાદ હાઈકોર્ટે અખાડાને વિવાદિત 2.77 એકર રામ જન્મભૂમિ-બાબરી ભૂમિનો એક તૃતિયાંશ ભાગમાં વહેંચી દીધી હતી.

આજનો દિવસ જોડાવવાનો અને મળીને જીવવાનો છેઃ પીએમ મોદીઆજનો દિવસ જોડાવવાનો અને મળીને જીવવાનો છેઃ પીએમ મોદી

English summary
here is why supreme court mention 1934 riot and 1949 disturbance in ruling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X