For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air Strike: કુંભથી લઈ બમ્હરૌલી સુધી હાઈ અલર્ટ, તમામ લડાકૂ વિમાન તૈયાર

કુંભથી લઈ બમ્હરૌલી સુધી હાઈ અલર્ટ, તમામ લડાકૂ વિમાન તૈયાર

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજઃ ભારતીય સીમા પર તણાવ અને પાકિસ્તાનના લડાકૂ વિમાનની વાયુસીમા ઉલ્લંઘન બાદ ભારતીય સેનાના કમાન સેન્ટરને અલર્ટ કરી દીધા છે. પ્રયાગરાજ સ્થિત બમ્હરૌલી મધ્ય વાયુ કમાનના તમામ લડાકૂ વિમાનને કોઈપણ પરિસ્થિતિમાં ઉડાણ માટે તૈયાર કરી લીધું છે. જ્યારે વિશેષ વ્યવસ્થા અંતર્ગત કુંભ મેળા ક્ષેત્માં પણ હાઈ અલ્ટ ઘોષિત કતા સુરક્ષા વધારી દીધી છે. વાયુસેના મુખ્યાલયના તમામ પાયલટોને ઈમરજન્સીની જાણકારી આપી દેવામાં આવી અને 2 મિનિટમાં જ લડાકૂ વિમાનની સાથે કોઈપણ રીતે કાર્યવાહી માટે તૈયાર કરવા કહ્યું છે.

fighter jet

રાતભર ચાલ્યું ચેકિંગ

પ્રયાગરાજ જિલ્લાને આકરા દેખરેખ વાળા ક્ષેત્રની સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. બુધવારે રાત્રે પૂરા કુંભ ક્ષેત્ર સહિત રેલવે સ્ટેશન અને પ્રયાગરાજ જિલ્લાના ભીડભાડ વાળા વિસ્તારમાં પેરા મિલિટ્રી, કમાન્ડો અને પોલીસની વિવિધ યુનિટોનું ફ્લેગ માર્ચ કરી સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ કરી. ટ્રેનો અને પ્લેટફોર્મ પર ડૉગ સ્ક્વૉડ પણ સંદિગ્ધ વસ્તુઓની તલાશ કરી રહી છે. જ્યારે કુંભ મેળાના તમામ પ્રવેશ પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ચેકિંગ વિના કોઈને પણ પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. જ્યારે વાયુસેનાના બમ્હરૌલી એરબેસ અને એરપોર્ટ તરફથી આવતા-જતા દરેક વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે શહેરમાં સિવિલ લાઈન્સ, સુભાષ ચોક, શોપિંગ મોલ, સિનેમા હોલ, હોટલ અને ધર્મશાળામાં મોડી રાત્રે ચેકિંગ કરવામાં આવ્યું. જેના માટે ખુદ આઈજી મોહિત અગ્રવાલ અને પોલીસ કેપ્ટન અતુલ શર્મા પોલીસ ટીમનું નેતૃત્વ કરતા રહ્યા. તેમણે જણાવ્યું કે સૈન્ય અધિકારીઓની સૂચના મળ્યા બાદ વિશેષ સાવધાની વરતવામાં આવી રહી છે.

કારગિલમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી

પ્રયાગરાજ સ્થિત વાયુસેનાના મધ્ય કમાંડ સેન્ટરે કારગિલ યુદ્ધ દરમિયાન અતિ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને તેને જોતા બમ્હરૌલીના તમામ લડાકૂ વિમાનોને અલર્ટ પર રાખતા જરૂર પડવા પર તત્કાળ ઉડાણના નિર્દેશ જાહેર કરવામા આવ્યા છે, જ્યારે એરબેસ સ્ટેશનની વાહ્ય સુરક્ષા અને સિવિલ ટર્મિનલ એરપોર્ટની સુરક્ષાને આકરી દેખરેખમાં રાખવામાં આવી છે. જો કે પ્રયાગરાજ એરપોર્ટથી અત્યાર સુધીમાં તમામ ફ્લાઈટ્સ પોતાના શિડ્યુલ પર ચાલી રહી છે.

આ પણ વાંચો- રેડ એલર્ટ પર દિલ્હી મેટ્રો, દર 2 કલાકે ચેકીંગ થઇ રહ્યું છે

English summary
high alert from kumbh mela to bhamauri airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X