For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પંડાલને નો એન્ટ્રી ઝોન ઘોષિત કર્યું

હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પંડાલને નો એન્ટ્રી ઝોન ઘોષિત કર્યું

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રમુખ તહેવાર દુર્ગા પૂજા આ વખતે કોરોનાને પગલે થોડો ફીકો જોવા મળી રહ્યો છે. નવરાત્રિના પહેલા દિવસથી જ દૂર્ગા પૂજા મંડાલોમાં માં દુર્ગાની પ્રતિમા સામે પૂજા-અર્ચના કરતા ભક્તો આ વખતે માયૂસ છે કેમ કે પ્રદેશ સરકારે પૂજા પંડાલ લગાવવાની મંજૂરી આપી દીધી હતી પરંતુ એક નિશ્ચિત સંખ્યામાં જ લોકોને આ પંડાલોમાં રહેવાની મંજૂરી આપી હતી. જ્યારે સોમવારે કોલકાતા હાઈ કોર્ટમાં દુર્ગા પૂજા પંડાલોએ પશ્ચિમ બંગાળમાં નો-એન્ટ્રી ઝોન ઘોષિત કરી દીધું. કોર્ટના આ આદેશ મુજબ હવે પંડાલોમાં માત્ર આયોજકો જ પ્રવેશ કરી શકે છે.

durga pandal

કોલકાતા હાઈકોર્ટે સોમવારે આદેશ આપ્યો કે દુર્ગા પૂજા પંડાલ શ્રદ્ધાળુઓ માટે નો-એન્ટ્રી ઝોન છે. બંગાળનો સૌથી મોટો તહેવાર શરૂ થયાના ત્રણ દિવસ બાદ કોર્ટે આદેશ જાહેર કર્યો છે. કોર્ટના આ આદેશ મુજબ પંડાલો અંદર માત્ર આયોજકોને જ મંજૂરી આપવામાં આવશે, અદાલતે કહ્યું કે, કોરોના વાયરસ પ્રકોપને જોતાં મોટા પંડાલો માટે સંખ્યા 25 અને નાના પંડાલો માટે 15 લોકોની સંખ્યા સીમિત કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે નવરાત્રીના અવસર પર સૌથી વધુ રોનક પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે પરંતુ કોરોના વાયરસ મહામારીને પગલે આ વખતે દુર્ગા પૂજામા લોકો ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, જો કે મહામારી કાળમાં પણ આ તહેવારને લઈ ઉત્સાહ ઘટતો જોવા નથી મળી રહ્યો, રાજ્યમાં કેટલીય જગ્યાએ દુર્ગા પૂજા પંડાલ લગાવવામાં આવ્યા જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી મમતા બેનરજીએ કર્યું હતું. સીએમે એમ પણ કહ્યું કે પૂજા પંડાલો પાસે આવા કાર્યક્રમોનું આયોજન ના કરવું જોઈએ, આનાથી કાનૂન વ્યવસ્થા બગડી શકે છે.

દેશના ઘણા રાજ્યોમાં આજે આંધી-તોફાનની સંભાવના, હૈદરાબાદમાં ઓરેન્જ એલર્ટદેશના ઘણા રાજ્યોમાં આજે આંધી-તોફાનની સંભાવના, હૈદરાબાદમાં ઓરેન્જ એલર્ટ

English summary
High Court declares Durga Puja pandal no-entry zone in West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X