For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાછલા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 4987 નવા મામલા નોંધાયા, 2872ના મોત

પાછલા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 4987 નવા મામલા નોંધાયા, 2872ના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તમામ કોશિશો બાદ પણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. પાછલા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે સૌથી વધુ કૂદકો લગાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ પાછલા 24 કલાકમાં સૌથી વધુ 4987 કોરોના વાયરસના સંક્રમણના મામલા સામે આવ્યા છે, જ્યારે 120 લોકોનો પાછલા 24 કલાકમાં મોત થયા છે. આની સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 90927 થઈ ગઈ છે, જેમા 53946 એક્ટિવ મામલા છે, જ્યારે 34109 લોકોનો ઈલાજ કરી તેમને ઘરે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની વાત કરીએ તો અત્યાર સુધીમા કોરોનાથી કુલ 2872 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

લૉકડાઉન 4ને લઈ એલાન થઈ શકે

લૉકડાઉન 4ને લઈ એલાન થઈ શકે

જણાવી દઈએ કે કોરોના વાયરસને પગલે દેશમાં 25 માર્ચથી લૉકડાઉન છે. આજે લૉકડાઉનનો ત્રીજો તબક્કો પૂરી થઈ રહ્યો છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સરકાર લૉકડાઉનને આગળ વધારી શકે છે, જેથી સંક્રમણ ફેલાવાના ખતરાને ઓછો કરી શકાય. ગૃહ મત્રાલયે દેશવ્યાપી લૉકડાઉનના ચોથા તબક્કાની તૈયારી કરી છે, સૂત્રોથી મળેલી જાણકારી મુજબ રવિવારે કેન્દ્ર સરકાર તરફથી આ સિલસિલામાં નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવી શકે છે. આ વચ્ચે એવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે કે દેશના 12 રાજ્યોના 30 જિલ્લામાં લૉકડાઉનને પહેલાની જેમ સખ્તાઈથી યથાવત રહેશે, જ્યારે બાકી ક્ષેત્રોમાં ઢીલ આપવામાં આવી શકે છે.

નવી ગાઈડલાઈન

નવી ગાઈડલાઈન

જયારે સ્વાસ્થ્ય મંત્રાલયે શહેરી વિસ્તારો માટે એક સૂચી જાહેર કરી છે. હેલ્થ મિનિસ્ટરી મુજબ જો શહેરી સિસ્ટમ કેટલીક ચીજોનો ખ્યાલ રાખશે તો શહેરી વસ્તીઓમાં કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય છે. ગાઈડલાઈન મુજબ દેખરેખ રાખતા તંત્રએ કોવિડ 19ના દર્દીના સંપર્કમાં આવેલ લોકોને પતો લગાવવો પડશે, જેમાં ઢિલાઈ બર્દાશ્ત નહિ થાય. જેમા સ્વાસ્થ્ય કેન્દ્રો, દવાખાનાઓમાં સ્વાસ્થ્યકર્મીઓ, એએનએમ, આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, નિગમોના સ્વસ્થ્યકર્મી, સફાઈ કર્મચરી, સામુદાયિક સ્વાસ્થ્ય સ્વયંસેવક અને અન્ય સ્વયંસેવકો વગેરેની ઓળખ કરવી સામેલ છે.

પીએમ મોદીએ અપીલ કરી હતી

પીએમ મોદીએ અપીલ કરી હતી

ઉલ્લેખનીય છે કે ગત સોમવારે દેશને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ લૉકડાઉનના ચોથા તબક્કાનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે ચોથો તબક્કો નવા રંગ રૂપ સાથે હોય શકે છે. આ દરમિયાન પંજાબ, મહારાષ્ટ્ર, મિઝોરમ સહિત અન્ય કેટલાય રાજ્યોમાં લૉકડાઉનને 31 મે સુધી વધારવાનું એલાન કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રવિવારે ગૃહ મત્રાલય પણ લૉકડાઉનના ચોથા તબક્કાને લઈ કેટલાક એલાન કરી શકે છે.

17 મે બાદ 30 શહેરોમાં સખત લૉકડાઉન ચાલુ રહેશેઃ સૂત્ર17 મે બાદ 30 શહેરોમાં સખત લૉકડાઉન ચાલુ રહેશેઃ સૂત્ર

English summary
Highest ever spike of coronavirus cases 4987 in last 24 hours in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X