For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કસાબને છોડી મૂકો, નહીંતર પ્લેન હાઇજેક થઇ જશે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jet-airways
મુંબઇ, 23 ઑક્ટોબર: સોમવારે સાંજે 46 યાત્રીઓને લઇને મુંબઇથી બેંગ્લોર જઇ રહેલા જેટ એરવેઝ પ્લેન અંગે એક ફોન કોલ દ્રારા અધિકારીઓના હોંશ ઉડાવી દિધા હતા. અંતિમ સમયે વિમાનની ઉડાનને રદ કરીને પોલીસ અને સિક્યુરિટી એજન્સીના અધિકારીઓએ ત્રણ કલાક સુધી તપાસમાં લાગી ગયા હતા. તપાસ દરમિયાન કંઇક મળ્યુ નહી તો પોલીસે આ કોલને બનાવટી કોલ હોવાનું જાણવા મળ્યું હતું.

અગત્યની વાત એ છે કે આ વર્ષે 7 મે ના રોજે પણ પ્લેન હાઇજેકનો બનાવટી કોલ આવ્યો હતો. અધિકારી હવે તપાસમાં લાગી છે કે આ બંને ઘટનાઓ વચ્ચે કોઇ કનેક્શન તો નથી.

મળતી માહિતી મુજબ મુંબઇ થી બેંગ્લોર જનારી જેટ એરવેઝની ફ્લાઇટ સોમવારે સાંજે 4.10 વાગે ઉડાન ભરવાની હતી. વિમાનમાં યાત્રીઓ બેસી ગયા હતા ત્યારે એરલાઇન્સના કોલસેન્ટરમાં એક ફોન આવ્યો. સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 'ફોન કરનારે કહ્યું હતું કે કસાબને છોડાવવા માટે પ્લેન હાઇજેક કરવામાં આવશે. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ વિકાસ યાદવ હોવાનું જણાવ્યું હતું'. તાત્કાલિક આ સૂચના એરપોર્ટને આપવામાં આવી અન પ્લેનને ઉડાન ન ભરવાનું કહેવામાં આવ્યું.

લગભગ ત્રણ કલાક સુધી પોલીસ અધિકારીઓ મુસાફરો અને તેમના સામાનની તપાસ આદરી હતી પરંતુ કશું હાથ લાગ્યું ન હતું. અંતે આ ફોન કોલને બનાવટી જાહેર કરવામાં આવ્યો હતો. સાંજે 7.30 વાગે વિમાનને રવાના કરવામાં આવ્યું હતું. જેટ એરવેઝના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દે પોલીસે કોઇ કેસ દાખલ કર્યો નથી.

English summary
A hijack threat call delayed the departure of a Jet Airways flight from here to Bangalore on Oct 22.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X