For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal Pradesh Election: 11 વાગ્યા સુધી 17.98% મતદાન

Himachal Pradesh Election: 11 વાગ્યા સુધી 17.98% મતદાન

|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે વહેલી સવારેથી મતદાન શરૂ થઈ ગયું છે. બપોરના 11 વાગ્યા સુધીમાં 17.98% મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. શરૂઆતમાં મતદાન ધીમું રહ્યું, પરંતુ ધીરે-ધીરે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે અને અત્યારે દરેક મતદાન કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પહેલા કલાકમાં માત્ર 5 ટકા મતદાન જ નોંધાયું હતું.

himachal pradesh

મુખ્યમંત્રી જયરામ ઠાકુરનાગૃહ જિલ્લા મંડીમાં 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ 21.92% મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચ મુજબ સિરમૌર જિલ્લામાં 21.66, સોલનમાં 20.28 અને કિન્નૌરમાં 20 ટકા મતદાન થયું છે. લાહૌલ સ્પીતિ જિલ્લામાં પહેલા ત્રણ કલાકમાં સૌથી ઓછું પાંચ ટકા મતદાન નોંધાયું છે.

નોંધનીય ચે કે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એક સ્થાનિક મંદિરમાં પૂજા કર્યા બાદ તેમની પત્ની અને દીકરીઓ સાથે મંડીમાં મતદાન કર્યું હતું.

હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંહ અને તેમના દીકરા વિક્રમાદિત્ય સિંહે રામપુરમાં મતદાન કર્યું. તે પહેલાં તેમણે શિમલાના શનિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ, તેમના દીકરા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પરિવારના અન્ય સભ્યો સાથે હમીરપુરમાં મતદાન કર્યું. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ શિમલામાં મતદાન કર્યું જ્યારે નેતા પ્રતિપક્ષ મુકેશ અગ્નિહોત્રી અને તેમના પરિવારે હરોલીમાં મતદાન કર્યું છે, ત્યાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે.

English summary
Himachal Pradesh Assembly Election: 17.98 percent polling till 11 am
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X