For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશ ચૂંટણીઃ આજે રાજ્યની 68 બેઠકો માટે મતદાન, 397 અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્રો

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે શનિવારે એક જ તબક્કામાં મતદાન થશે.

|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશ ચૂંટણીઃ હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે શનિવારે એક જ તબક્કામાં મતદાન થશે. આ 68 બેઠકો માટે કુલ 412 ઉમેદવારો મેદાનમાં છે અને મતદાન માટે 7881 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચના ડેટા મુજબ શનિવારે 28.5 લાખ પુરુષ મતદાતા, 27 લાખ મહિલા મતદાતા અને 38 થર્ડ જેન્ડર મતદારો આગામી પાંચ વર્ષ માટે તેમની સરકાર નક્કી કરશે. ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મતદાન આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. ચૂંટણી પંચે 7884 મતદાન કેન્દ્રો બનાવ્યા છે જેમાં અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ પૂરક મતદાન કેન્દ્ર પણ સામેલ છે. આમાંથી 789 સંવેદનશીલ અને 397 અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે.

voting

ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. ચૂંટણીના મુખ્ય ચહેરાઓમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ અને ભાજપના ભૂતપૂર્વ વડા સતપાલ સિંહ સત્તીનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં સીધો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ મજબૂતી સાથે ચૂંટણી મેદાનમાં છે. આમ આદમી પાર્ટીને પંજાબ પછી હિમાચલમાં પણ જનસમર્થન મળવાની આશા છે. કોંગ્રેસ માટે અસ્તિત્વ બચાવી રાખવાની લડાઈ છે.

ભાજપની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ અહીં સત્તા સમર્થક લહેરનો નારો આપ્યો છે. પીએમ મોદીએ પ્રચાર અભિયાનની કમાન સંભાળીને કહ્યુ કે કમળને અપાનાર દરેક મત તેમની શક્તિ વધારશે. સીએમ જયરામ ઠાકુર મંડીમાં સરોજથી જ્યારે પૂર્વ ભાજપ પ્રમુખ સત્તી ઉનાથી પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી હિમાચલ પ્રદેશની જનતાને ઘણા લોભામણા વચનો આપવામાં આવ્યા છે. જેની અસર પણ જોવા મળી શકે છે.

આ તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશમાં મતદાનના એક દિવસ પહેલા શુક્રવારે કહ્યુ કે રાજ્યમાં તેમની પાર્ટીની સરકાર બનતા જ મંત્રીમંડળની પહેલી બેઠકમાં જૂની પેન્શન યોજના(OPS) લાગુ કરવા અને એક લાખ નોકરીઓ આપવા પર નિર્ણય થશે. રાહુલ ગાંધીએ વધુમાં ટ્વિટ કરીને કહ્યુ કે, '5 લાખ રોજગાર, મહિલાઓને દર મહિને 1500 અને ઓપીએસ મળશે. કોંગ્રેસનુ પ્રણ છે - હિમાચલ પ્રદેશની પ્રગતિ, દરેક ઘરમાં લક્ષ્મી, દરેક વર્ગનુ સશક્તિકરણ.'

English summary
Himachal Pradesh Assembly Elections voting today for 68 seats, 397 highly sensitive polling booths
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X