પીએમ મોદીની હાજરીમાં જયરામ ઠાકુર બન્યા હિમાચલના CM

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિજય રૂપાણીના શપથ ગ્રહણ થયા પછી, બુધવારે હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રીની શપથ વિધિમાં પણ PM મોદી હાજર રહ્યા હતા. ભાજપના જયરામ ઠાકુરને પાર્ટીને હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આજે જયરામ ઠાકુર અધિકૃત રીતે શપથ ગ્રહણ કરી હિમાચલના મુખ્યમંત્રી બન્યા. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ ગુજરાતની જેમ જ ભાજપની જીત થઇ છે. હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 68 માંથી 44 બેઠકો મળી છે. અને બહુમતી મળતા જ ભાજપ આજે ત્યાં સરકાર રચી રહ્યું છે. જેમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સમેત કેબીનેટ મંત્રી શપથ ગ્રહણ કરી આવનારા પાંચ વર્ષ માટે સત્તા સ્થાને બેસશે.

Jai Ram Thakur

ત્યારે નવા સીએમ તેવા જયરામ ઠાકુરે હિમાચલ પ્રદેશમાં પ્રાથમિક કાનૂન વ્યવસ્થાને પોતાની પ્રાથમિકતા બતાવી છે. સાથે જ તેમણે વીઆઇપી કલ્ચર છોડી અલગ છાપ છોડી કામ કરવાની વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ હિમાચલમાં પ્રેમ કુમાર સિંહ ધૂમલને મુખ્યમંત્રી તરીકે રજૂ કરીને ચૂંટણી લડી હતી. પણ તેમની હાર થતા પાર્ટી હાઇકમાન્ડ દ્વારા જયરામ ઠાકુરના નામ પર સર્વસંમતિ સાથે મહોર મૂકવામાં આવી છે. ત્યારે ગુજરાત પછી આજે હિમાચલ પ્રદેશમાં પણ નવા સીએમ શપથ ગ્રહણ કરી છે. 

English summary
Himachal Pradesh Chief Minister Jai Ram Thakur oath ceremony today. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.