For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનઉઃ હિંદુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા

યુપીની રાજધાની લખનઉમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિંદુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

|
Google Oneindia Gujarati News

યુપીની રાજધાની લખનઉમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિંદુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. પોલિસે શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રંજીત બચ્ચન રવિવારે સવારે મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. આ દરમિયાન બાઈક પર સવાર બદમાશોએ તેમના માથામાં ગોળી મારી દીધી જેનાથી ઘટના સ્થળે જ તેમનુ મોત થઈ ગયુ. ફાયરિંગમાં રંજીતના દોસ્ત આશીષ પણ ઘાયલ થયા છે જેમનો ઈલાજ ટ્રોમા સેન્ટરમાં ચાલી રહ્યો છે.

મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા રંજીત બચ્ચન

મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા રંજીત બચ્ચન

કેસ હજરતગંજ વિસ્તારનો છે. મૂળ રીતે ગોરખપુરના રહેવાસી રંજીત બચ્ચન હજરતગંજના ઓસીઆર બિલ્ડિંગમાં રહેતા હતા. સવારે લગભગ સાડા છ વાગે પોતાના એક દોસ્ત આશીષ શ્રીવાસ્તવ સાથે મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા. ગ્લોબ પાર્કની બહાર નીકળતાજ બાઈક સવાર બદમાશોએ તેમના માથામાં ગોળી મારી દીધી જેના કારણે ઘટના સ્થળે જ તેમનુ મોત થઈ ગયુ. ફાયરિકમાં રંજીતના દોસ્ત આશીષ પણ ઘાયલ થયા છે જેમનો ઈલાજ ટ્રોમા સેન્ટરમાં ચાલી રહ્યો છે.

બદમાશોની શોધમાં લાગી પોલિસ

બદમાશોની શોધમાં લાગી પોલિસ

ઘટનાની સૂચના મળવા પર લખનઉના પોલિસ કમિશ્નર સુજીત પાંડે પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા. પોલિસે રંજીત બચ્ચનના શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે.

કમલેશ તિવારીની હત્યા કરાઈ હતી

કમલેશ તિવારીની હત્યા કરાઈ હતી

પોલિસ હત્યારાઓની શોધખોળ કરી રહી છે. હાલમાં હત્યાના કારણો માલુમ પડી શક્યા નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની પણ તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી હતી. હવે રંજીત બચ્ચનની હત્યાથી ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચોઃ ચીનમાં કોરોના વાયરસથી 300ના મોત, 14000 લોકો બન્યા શિકારઆ પણ વાંચોઃ ચીનમાં કોરોના વાયરસથી 300ના મોત, 14000 લોકો બન્યા શિકાર

English summary
hindu mahasabha president ranjit bachchan shot dead in lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X