For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ

દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે થનાર મતદાના બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓ પાસે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, દેશમાં દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી. યોગી આદિત્યનાથે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું. આજતક સાથે વાત કરતા યોગીએ કહ્યું કે જેવી રીતે માયાવતીએ મુસ્લિમોના વોટ માંગ્યા છે, મુસ્લિમોને કહ્યું કે તેઓ માત્ર ગઠબંધનને વોટ આપે અને તમારો વોટ વહેંચાવા ન દો. હવે હિંદુઓ પાસે ભાજપ સિવાય એકેય વિકલ્પ નથી બચ્યો.

yogi adityanath

યૂપી સીએમે કહ્યું કે દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, કેમ કે વિભાગન સમયે દલિત નેતાઓની સાથે પાકિસ્તાનમાં કેવી રીતે વર્તાવ થયો તે આખી દુનિયાએ જોયું છે. તેમણે કહ્યું કે ભારતમાં બાબા સાહેબ આંબેડકર મોટા દલિત નેતા થયા, પરંતુ યોગેશ મંડલ ભાગલા સમયે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. યોગી આદિત્યનાથ બોલ્યા કે જ્યારે યોગેશ મંડલે પાકિસ્તાનમાં દલિતો પર અત્યાચાર જોયા તો તેઓ પરત ભારત આવી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે મહાગઠબંધને મુસ્લિમ વોટરોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ કરી છે, માટે બચેલા સમાજે વિચારવું જોઈએ કે તેઓએ કોના માટે વોટ કરવું છે.

આ પણ વાંચો- ચંદ્રબાબુ નાયડુ હોઈ શકે છે દેશના આગામી પ્રધાનમંત્રીઃએચ ડી દેવગૌડા

ઉલ્લેખનીય છે કે દંવબંદની રેલીમાં બહુજન સમાજ પાર્ટીના મુખ્યા માયાવતીએ મુસ્લિમ વોટર્સને અપીલ કરી હતી કે એક થઈ મહાગઠબંધન માટે વોટિંગ કરે, તમારો વોટ વહેંચાવા ન દો. પશ્ચિમ યૂપીને લઈ તેમણે કહ્યું કે વેસ્ટ યૂપીમાં મુસ્લિમ-દલિતોનો વોટ સહેલાયથી ટ્રાન્સફર નહિ થાય, જ્યારે ભાજપને આનાથી ફાયદો થશે અે મોટી જીત મળશે. તેમણે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે રાહુલે અમેઠી ચોડી વાયનાડ જવાનું કારણ પણ મુસ્લિમ વોટ છે. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ અગાઉ કોંગ્રેસની સાથી મુસ્લિમ લીગ પાર્ટી પર નિશાન સાધી ચૂક્યા છે. તેમણે પાર્ટીના લીલા ઝંડાના બહાને કહ્યું હતું કે આ એક વાયરસની જેમ છે જેને કોંગ્રેસ દેશભરમાં ફેલાવવા માંગે છે.

English summary
hindu voters has one and only option is bjp says yogi adityanath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X