સલમાને નહીં, તો કોણે માર્યા મારા પિતાને
અભિનેતા સલમાન ખાનને 10મી ડિસેમ્બરે બોમ્બે હાઇકોર્ટે મોટી રાહત આપી હતી. સલમાન ખાન પર ચાલી રહેલ હિટ-એન્ડ-રન કેસના તમામ આરોપોમાંથી સલમાનને બરી કરવામાં આવ્યો. પરંતુ ત્યારે એક પ્રશ્ન હંમેશા માટે બોલિવુડ સ્ટાર સલમાન અને તેના પરિવારજનોને સતાવતો રહેશે.

સલમાનની ગાડીની નીચે કચડાઇને મૃત્યુને ભેટનાર નુરુલ્લાહ ખાનના પૂત્રએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સલમાને મારા પિતાને નથી માર્યા તો કોણે માર્યા? જણાવવું જોઇએં કે, નુરુલ્લાહ ખાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલોનું 28 સપ્ટેમ્બર 2002ના રોજ મોત થયું હતું.
સલમાન પર દારૂ પીને ફૂટપાથ પર ઉંઘેલા લોકો પર ગાડી ચડાવી દેવાનો આરોપ હતો. પરંતુ સલમાન દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો તે સરકારી વકીલ સાબિત ન કરી શક્યા, અને ડિફેન્સ લૉયરે સાબિત કરી દીધું કે એ સમયે ગાડી સલમાનનો ડ્રાઇવર અશોક સિંઘ ચલાવી રહી હતો. તેથી પુરાવાના અભાવે કોર્ટે સલમાનને નિર્દોષ કરાર આપ્યો છે.












Click it and Unblock the Notifications
