કાશ્મીરમાં હિઝબુલની ધમકી, ચૂંટણી લડીનો તો એસિડના હવાલે...

Written By:
Subscribe to Oneindia News

દક્ષિણ કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર રિયાજ નાયકૂએ પંચાયત ચૂંટણી લડનાર ઉમેદવારો પર એસિડથી હુમલો કરી આંધળા કરી દેવાની ધમકી આપી છે. આતંકી રિયાજનો આ વીડિયો સમગ્ર જમ્મુ કાશ્મીરમાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રિયાજ જૈશ-એ-મોહમ્મદને કહે છે કે રાજનૈતિક કાર્યકર્તાઓની હત્યા કરવાના બદલે તેમની આંખોમાં તેજાબ નાખી તેમને આંધળા બનાવો. આ ધમકી વાળા વીડિયો વાયરલ થયા પછી સુરક્ષા એજન્સી આ વાતની પૃષ્ઠી કરવામાં લાગી ગઇ છે. જમ્મી કાશ્મીરમાં 15 ફેબ્રુઆરીના રોજ પંચાયત ચૂંટણી થવાની છે. જ્યારથી સરકારે આ ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારથી પંચાયત ચૂંટણી લડતા ઉમેદવારોને ધમકી મળી રહી છે. હવે રિયાજ નાયકૂ અને તેના સાથી સમીર ટાઇગરની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

India

લગભગ 12 મિનીટના આ વીડિયોમાં રિયાજ નાયકૂ પંચાયત ચૂંટણીને લઇને સમીર ટાઇગરને નિર્દેશો આપી રહ્યો છે. અને રિયાજ ટાયગરને પંચાયતની ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવારોને મારી નાંખવાના બદલે તેમની પર એસિડથી અટેક કરવાની વાત કરી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે જો ગોળી મારી નાંખી તો સરકાર તરફથી તેના પરિવારને નોકરી અને આર્થિક મદદ મળી જશે. પણ આમ કરવાથી લોકોમાં ડરનો ભય ફેલાશે. જો કે બીજી તરફ આ વીડિયો વાયરલ થયા પછી હિઝબુલે સફાઇ આપી છે અને કહ્યું છે કે તેમણે આવો કોઇ વીડિયો જાહેર નથી કર્યો. તમને જણાવી દઇએ કે રિયાજ નાયકૂ અને સમીર ટાઇગર બંન્નેએ પોલીસ અને સેનાથી ભાગીને આંતકવાદનો રસ્તો પસંદ કર્યો છે.

English summary
Hizbul chief Riyaz Naikoo said Dont kill, use acid to blind people who dare to contest panchayat polls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.