For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલીની માત્ર કોલ ડિટેલ જ લેવામાં આવી હતીઃ શિંદે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 માર્ચઃ ભાજપના વરિષ્ઠ નેતાઓની કથિત રીતે જાસૂસી કરવામાં આવી રહ્યાના ઓરોપોમા ફસાયેલી સરકારને બચાવવા માટે આજે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે રાજ્યસભામાં સ્પષ્ટતા આપતા કહ્યું કે, અરૂણ જેટલીના ફોન ટેપિંગ કરવામાં આવી નહોતા, માત્ર કોલ ડિટેલ્સ માંગવામાં આવી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં કેટલાક લોકોએ એક વિરષ્ઠ પોલીસ અધિકારીના ઇમેઇલ આઇડી પરથી ઇમેઇલ કરીને જેટલીની કોલ ડિટેલ માંગી હતી. જેને લઇને કેટલાક ભાજપી નેતાઓએ સરકાર પર વિપક્ષની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો.

sushil-kumar-shinders
ગૃહમંત્રીએ રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે આ સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમણે 1500 રૂપિયામાં કોલ ડિટેલ માંગી હતી. આ મામલામાં આરોપી વ્યક્તિ અનુરાગ સિંહ દ્વારા જેટલીની સાથો-સાથ વિજય ગોયેલ, સુધાંશુ મિત્તલ અને નિતિન ગડકરીની કોલ ડિટેલ માંગવામાં આવી હોવાની વાતથી મામલો વધું ગંભીર બની રહ્યો છે. અનુરાગે 60થી વધારે લોકોની કોલ ડિટેલ કઢાવી હતી.

અનુરાગ સિંહ એક પ્રાઇવેટ જાસૂસી એજન્સી ચાલે છે. તેના પિતા કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં આઇજીના પદેથી નિવૃત થયા છે. અનુરાગની તેના ત્રણ અન્ય સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેનું લેપટોપ જપ્ત કરી લીધું છે અને તેની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા અમરસિંહના ફોન ટેપિંગ મામલામાં પણ અનુરાગનું નામ આવ્યું હતું.

English summary
Home minister Sushil Kumar Shinde said in Rajya Sabha that It was not a case of phone tapping of Arun Jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X