આરોપીઓ માટે થશે આજીવન કેદની અપીલઃ ગૃહ સચિવ

બન્ને અધિકારીઓએ દાવો કર્યો છેકે પોલીસે આ કેસમાં તત્પરતા દાખવી છે, જો કે, પોલીસે જે સ્ટેટસ રિપોર્ટ આપી છે તેનાથી દિલ્હી હાઇકોર્ટ સંતુષ્ઠ નથી થઇ.
ગૃહ સચિવ આ કે સિંહે કહ્યું કે, આ કેસમાં ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ સુનાવણી પણ ઝડપથી કરવામાં આવશે. મે અનુરોધ કર્યો છે કે આ સુનાવણી દરરોજ થાય, અમે વધુમાં વધુ સજાની માંગ કરી રહ્યાં છીએ.
તેમણે કહ્યું કે ગુરુવારે દિલ્હી પોલીસ સાથે મારી બેઠક થઇ છે અને આ ગુન્હાની ગુત્થી સોલ્વ કરવાના ઉપાયો પર ચર્ચા થશે. આર કે સિંહે કહ્યું કે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે કે આવી ગુંડાગીરી અને દાદાગીરી કરવાની કોઇ હિંમત કરી ના શકે.
તેમણે કહ્યું કે ગેરકાયદે ચાર્ટર બસો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે. ગૃહ સચિવે કહ્યું કે અદાલતના આદેશ બાદ આ બસોની હરાજી કરવામાં આવશે.
ગૃહ સચિવે સ્પષ્ટ કર્યું છે કે જો કોઇ ગાડી અંગે આ પ્રકારની ફરિયાદ આવે છે તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સાદી વરદીમાં ગલી, મહોલ્લા અને માર્ગો પર પોલીસ તેનાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
