Honeypreet કરશે સરેન્ડર? કહ્યું રામ રહીમ સાથે હતો પવિત્ર સંબંધ

હનીપ્રીત આપ્યો એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ. પોતાની જાતને નિર્દોષ જણાવતા હનીપ્રીતે કહ્યું તેની અને રામ રહીમ વચ્ચે પિતા -પુત્રીના પવિત્ર સંબંધ હતા. સાથે જ આ ઇન્ટરવ્યૂમાં હનીપ્રીત વિશ્વાસ ગુપ્તા અંગે બોલી.

બે સાધ્વીઓના બળાત્કારના કેસમાં જેલની હવા ખાઇ રહેલા ગુરમીત રામ રહીમની લાડકી દિકરી હનીપ્રીતે મીડિયાની સામે આવી છે. એક ટીવી ચેનલ આજ તકમાં તેણે ઇન્ટરવ્યૂ આપી જણાવ્યું છે કે રામ રહીમ નિર્દોષ છે. અને સાથે જ તેણે કહ્યું કે તેના અને તેના પિતા એટલે કે રામ રહીમ વચ્ચે પિતા-પુત્રીના પવિત્ર સંબંધો હતા. તેણે કહ્યું તેની વિરુદ્ધ અનેક ખોટી અફવાઓ ફેલવવામાં આવી રહી છે. સાથે જ હનીપ્રીત લોકોને અપીલ કરી છે તે આવી ખોટી અફવાઓમાં ના આવે. જ્યારે રિપોર્ટરે તેને પુછ્યું કે તમે આટલા દિવસ ક્યાં હતા તો તેણે કહ્યું કે મને સમજ જ નહતી પડતી કે હું શું કરું? હું જ્યાં પણ રહેતી કોઇને કોઇ સમસ્યા આવી જતી. તેણે કહ્યું તેણે અગાઉ જામીન માટે દિલ્હી ગઇ હતી અને હવે તે હરિયાણા-પંજાબ હાઇકોર્ટમાં પણ આ માટે અપીલ કરશે.

રામ રહીમ પર હનીપ્રીત

રામ રહીમ પર હનીપ્રીત

હનીપ્રીતે વધુમાં કહ્યું કે મારા પિતા નિર્દોષ છે. હનીપ્રીતે કહ્યું કે જે બે છોકરીઓએ આ આરોપ લગાવ્યો છે તે કદી સામે નથી આવી. પોતે રામ રહીમને ભગાવવા માટે કાવતરું કર્યું છે તે પર બોલતા હનીપ્રીતે કહ્યું કે એક છોકરી આટલી ફોર્સની વચ્ચે કોઇ પરમિશન લીધા વગર કેવી રીતે જઇ શકે. તમામ પુરાવા દુનિયા સામે છે. હું કોઇ તોફાનોમાં સામેલ નહતી. અને મારી વિરુદ્ધ કોઇની પાસે પુરાવા છે?

પિતાજી સાચા, દુનિયા ખોટી!

પિતાજી સાચા, દુનિયા ખોટી!

ડેરા પર થયેલી હત્યા મામલે હનીપ્રીતે કહ્યું કે શું ડેરામાંથી કોઇ હાડપિંજર મળ્યું છે? શું આરોપ લગાવનારી યુવતીઓ મળી છે? ખાલી એક પત્રના આધારે કેવી રીતે કોઇને દોષી જાહેર કરી શકાય? મારા પિતા નિર્દોષ છે. અને આવનારા સમયમાં તે નિર્દોષ સાબિત થશે. તેના ભૂતપૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તા દ્વારા લગાયેલા આરોપ પર હનીપ્રીતે કહ્યું કે હું વિશ્વાસ ગુપ્તાના મુદ્દે કોઇ પણ ટિપ્પણી કરવા નથી માંગતી.

નેપાળ ભાગવા પર જવાબ

નેપાળ ભાગવા પર જવાબ

હનીપ્રીતે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે ક્યારે દેશ છોડીને નેપાળ નહતી ભાગી. તેણે કહ્યું કે હું એટલી ડરી ગઇ હતી કે હું મારી માનસિક સ્થિતિ તમને વર્ણાવી નથી શકતી. હું ડિપ્રેશનમાં જતી રહી હતી. જેના પિતાએ શીખવ્યું છે કે જીવશુ કે મરશું દેશ માટે તેની પર આજે દેશ દ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે.

હું દેશદ્રોહી નથી

હું દેશદ્રોહી નથી

હનીપ્રીતે કહ્યું કે હું દેશદ્રોહી નથી. હું પિતાજીની સાથે કોર્ટે ગઇ હતી. મને પરવાનગી મળી હતી એટલે તેમની સાથે ગઇ હતી. કોઇ આટલી ફોર્સ વચ્ચે પરવાનગી વગર આવી, જઇ નથી શકતું. જ્યારે તોફાનો થયા ત્યારે હું ત્યાં હાજર જ નહતી. મને અને મારા પિતાને ન્યાય પર પૂરો વિશ્વાસ છે. અને અમને ન્યાય મળશે.

ફિલ્મો અંગે હનીપ્રીત

ફિલ્મો અંગે હનીપ્રીત

બોલીવૂડ કનેક્શન પર બોલતા હનીપ્રીતે કહ્યું કે હું ફિલ્મોમાં જવા નહતી ઇચ્છતી. હું પડદા પાછળ રહીને કામ કરવા ઇચ્છતી હતી. આ માટે મેં ફિલ્મ ડાયરેક્શનનું કામ પસંદ કર્યું. મેં ગુરુજીને ફિલ્મોમાં લઇને નહતી આવી. તે ડેરાનો નિર્ણય હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X