For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દહેરાદુનમાં વરસાદનો કહેર, સામે આવ્યો ખૌફનાક વીડિયો

ભારે વરસાદ, ભૂસ્ખલન અને પાણી ભરાવાના કારણે ઉત્તરાખંડમાં જનજીવન ખોરવાયુ છે. નદીઓ ઉફાન પર છે ત્યારે લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. ઉત્તરાખંડનો આવો જ એક વીડિયો રાજધાની દહેરાદૂનથી સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારે વરસાદ, ભૂસ્ખલન અને પાણી ભરાવાના કારણે ઉત્તરાખંડમાં જનજીવન ખોરવાયુ છે. નદીઓ ઉફાન પર છે ત્યારે લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. ઉત્તરાખંડનો આવો જ એક વીડિયો રાજધાની દહેરાદૂનથી સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો પાણીના પ્રવાહ વચ્ચે જીવના જોખમે હંગામી પુલને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો દહેરાદૂનથી 50 કિલોમીટર દૂર વિકાસનગરના સહિયા નજીકના કોઠા તાલસી છાનીથી સામે આવ્યો છે. અહીં ગામ લોકો પોતાનો જીવને જોખમમાં મુકીને અમલાવા નદી પાર કરી રહ્યા છે. નાનકડી ભુલ પણ ભારી પડે તેવી સ્થિતી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદને કારણે આમલાવા નદી ઉફાન પર છે અને કેટલાક સ્થાનિકો ફસાયા છે. જો કે બાદમાં સ્થાનિકોએ માનવ સાંકળ બનાવી તમામને પાર ઉતાર્યા હતા.

Horrible video

અમને તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કર્યુ છે. સંવેદનશીલ સ્થળોએ ભૂસ્ખલન, રોક સ્લાઇડ અને માર્ગ અવરોધોની ચેતવણી આપી મુસાફરી દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપી છે. 15 જુલાઇએ ટિહરી, પૌરી, નૈનીતાલ અને ચંપાાવત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગ અનુસાર, વરસાદ 15 દિવસ પછી પણ ચાલુ રહી શકે છે.

હલ્દ્વાનીમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ પાણી ભરાયુ છે. સતત વરસાદના કારણે ઉત્તરકાશી જિલ્લાના લોહારી નાગ પાલામાં ભૂસ્ખલન થયું છે. કાટમાળને કારણે ગંગોત્રી હાઇવે બંધ કરાયો છે. બીજી તરફ તનકપુર-પિથોરાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ભૂસ્ખલનને કારણે સ્વાનલા નજીકથી બંધ કરાયો છે. આ હાઈવે પર એક કાર પણ ફસાઈ છે.

English summary
Horrible video surfaced from Dehradun, people were crossing Amlawa river risking their lives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X