For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MP અને મહારાષ્ટ્રમાંથી મળેલું કોરોનાનું AY.4.2 ડેલ્ટા વેરિઅન્ટ કેટલુ ખતરનાક?

ઇન્દોરમાં આ વર્ષે ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં કોરોનાના કેસોની સંખ્યામાં અચાનક 64 ટકાનો વધારો થયો છે. ઇંગ્લેન્ડમાં કોરોનાની બીજી લહેરે આરોગ્ય નિષ્ણાતોને ચિંતિત કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ઓક્ટોબર : ઇન્દોરમાં આ વર્ષે ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં કોરોનાના કેસોની સંખ્યામાં અચાનક 64 ટકાનો વધારો થયો છે. ઇંગ્લેન્ડમાં કોરોનાની બીજી લહેરે આરોગ્ય નિષ્ણાતોને ચિંતિત કર્યા છે. હવે સામે આવી રહ્યું છે કે તે માટે કોવિડનું નવું ડેલ્ટા વેરિએન્ટ AY.4.2 વેરિઅન્ટ જવાબદાર હોઈ શકે છે, જે ડેલ્ટાનું પેટા વેરિઅએન્ટ છે અને તે વધુ ઝડપથી ફેલાઈ શકે છે. યુનાઇટેડ કિંગ્ડમમાં તેને 'અંડર ઈન્વેસ્ટિગેશન' વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ભારતમાં તેની હાજરી બાદ ચિંતા વધી છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. જો કે, હજી સુધી તેની તીવ્રતા અને આ વેરિઅન્ટને કોવિડ રસીની અસર અંગેના કોઈ પુરાવા મળ્યા નથી.

AY.4.2 વેરિઅન્ટે ટેન્શન વધાર્યુ

AY.4.2 વેરિઅન્ટે ટેન્શન વધાર્યુ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા પેટા-વેરિઅન્ટ મળી આવ્યા બાદ ભારતમાં કોવિડ જીનોમિક સર્વેલન્સ પ્રોજેક્ટ હાઈ એલર્ટ પર છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ અનુસાર, ઇન્દોરમાં નવા વેરિઅન્ટના સાત કેસ મળી આવ્યા છે. ઇન્દોરના મુખ્ય આરોગ્ય અને તબીબી અધિકારી ડૉ. બી એસ સૈતિયાના જણાવ્યા અનુસાર, સાત સંક્રમિત લોકોમાંથી, મહુ કેન્ટોનમેન્ટમાં તૈનાત બે સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં, નવા ડેલ્ટા એ વાય 4.2 વેરિઅન્ટ 1 ટકા નમૂનાઓમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

યુકેમાં 'વેરિઅન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન' જાહેર કરાયું

યુકેમાં 'વેરિઅન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન' જાહેર કરાયું

વૈજ્ઞાનિકો સૂચવી રહ્યા છે કે નવું વેરિઅન્ટ વધુ ચેપી હોઈ શકે છે, જે ડેલ્ટા સ્ટ્રેઇન કરતાં વધુ ઝડપથી ફેલાય છે. AY.4.2 ને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે)માં 'વેરિઅન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન' જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે હાલ તપાસ ચાલી રહી છે. ત્યાંની આરોગ્ય એજન્સીના અહેવાલ મુજબ, AY.4.2 ડેલ્ટા પેટા-વેરિઅન્ટ તમામ સિક્વંસમાં લગભગ 6 ટકા હોવાનું જણાયું છે, જે વધી રહ્યું છે. આ અહેવાલ મુજબ, ડેલ્ટા મુખ્ય વેરિઅન્ટ તરીકે ટકી રહ્યું છે. ડેલ્ટાનું નવુ વેરિઅન્ટ AY.4.2 નામથી ઇંગ્લેન્ડમાં ફેલાઈ રહ્યું છે. તે હવે નિરીક્ષણ હેઠળ છે અને તેનું મૂલ્યાંકન શરૂ થયું છે.

ઇન્દોરમાં નોંધાયેલા કેસોએ ચિંતા વધારી

ઇન્દોરમાં નોંધાયેલા કેસોએ ચિંતા વધારી

AY.4.2 ને 'ડેલ્ટા પ્લસ' તરીકે ઓળખવામાં આવી રહ્યું છે અને હવે UK આરોગ્ય સુરક્ષા એજન્સી દ્વારા તેનું નામ VUI-21OCT-01 રાખવામાં આવ્યું છે. હવે તેનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, પુરાવા છે કે તે વ્યાપકપણે અસ્તિત્વમાં રહેલા ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. એનસીડીસીના અહેવાલ મુજબ, આ પેટા વેરિઅન્ટને કારણે ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ઇન્દોર જિલ્લામાં સંક્રમણ દરમાં 64 ટકાનો વધારો થયો છે. ઈંગ્લેન્ડમાં કોરોનાની બીજી લહેર માટે નવું ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અત્યારસુધીમાં AY.4.2 વેરિઅન્ટ વિશે શું માહિતી છે?

અત્યારસુધીમાં AY.4.2 વેરિઅન્ટ વિશે શું માહિતી છે?

સંભવિત રીતે થોડુ વધુ સંક્રમિત વેરિઅન્ટ છે. મ્યૂટેશન બાદ તે એ જ પરિવારનો ભાગ છે, જે B.1.617.2 અથવા ડેલ્ટા તરીકે ઓળખાય છે. અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. યુકેમાં તેને તપાસ હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, વર્તમાન પુરાવા સૂચવે નથી કે તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે અથવા COVID રસીની અસરકારકતા ઘટાડી શકે છે.

English summary
How dangerous is the AY.4.2 Delta variant of Corona from MP and Maharashtra?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X