For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં વધતો કોરોના ભારત માટે કેટલો ખતરનાક? જાણો શું કહે છે જાણકારો?

ચીનમાં કોરોના વાયરસને લઈને સ્થિતી ગંભીર છે. ચીનમાં કોરોનાના કેસ ખતરનાક રીતે વધી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : શરૂઆતથી જ વિશ્વને થંભાવી દેનારો કોરોના વાયરસ હજુ પણ વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો છે. રિપોર્ટ આવી રહ્યા છે તે અનુસાર હાલ ચીનમાં કોરોનાનો આતંક જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસ ખતરનાક રીતે ફેલાઈ રહ્યો છે અને BF.7 વેરિઅન્ટ મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યું છે. હવે ચીનમાં વધતા કોરોનાના પ્રકોપ વચ્ચે દુનિયાની ચિંતા વધી રહી છે. હવે એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ભારત માટે આ કોરોના કેટલો ખતરનાક બનશે?

China

ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે ભારતના કોવિડ-19 વર્કિંગ ગ્રુપ NTAGI ના ચેરમેન એનકે અરોડાએ સ્થિતી પર વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે, ચીનમાં વ્યાપક પ્રમાણમા કોરોના સંક્રમણ છે. જ્યાં સુધી ભારતની વાત છે તો ભારતમાં અસરકારક રસી અને ખાસ પુખ્ત વસ્તીનું મોટાભાગે રસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી.

એનકે અરોરાએ એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યુ કે, INSACOG નાં આંકડા દર્શાવે છે કે વિશ્વમાં દરેક જગ્યાએ ઓમિક્રોનના લગભગ તમામ પેટા વેરિઅન્ટ ભારતમાં પણ જોવા મળે છે. એવા કોઈ વેરિઅન્ટ નથી જે અહીં ન હોય. ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખવી જરૂરી છે પરંતુ ગભરાવાની જરૂર નથી. અહીં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો ચીનમાં થઈ રહેલા કોરોના વિસ્ફોટથી ભારતને કોઈ ખતરો નથી. અહીં એ વાત પણ ધ્યાને લેવી જરૂરી છે કે પહેલા કોરોના ચીનમાં જ ફેલાયો હતો અને ત્યાંથી બાકીની દુનિયામાં આવ્યો હતો. ચીનમાં હાલ સ્થિતી ગંભીર છે અને સતત કેસ વધી રહ્યા છે. વધતા કેસ વચ્ચે અનેક લોકો દમ તોડી રહ્યા છે.

English summary
How dangerous is the growing corona in China for India? Know what the experts say?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X