For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધી જેવા કેવી રીતે બની શકે રાહુલ ગાધી?

|
Google Oneindia Gujarati News

ભારતીય રાજકારણમાં વિવિદોમાં ઘેરાયેલા હોવા છતાં રાજીવ ગાંધીની છબી ઠરેલા, દીર્ધદ્રષ્ટિ ધરાવનાર અને પ્રેરણાદાયી રાજકારણી તરીકેની છે. તેમના આ ગુણોને કારણે જ તેમના જન્મ દિવસને સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજીવ ગાંધીને દેશમાં સૂચના ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે. તેમણે આની જ્યારે શરૂઆત કરી ત્યારે મોટા પાયે તેમનો વિરોધ થયો હતો. આજે વિશ્વની અગ્રણી કંપનીઓમાં ભારતના લોકો કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રની અનેક અગ્રણી ભારતીય કંપનીઓ વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી ચૂકી છે.

રાજકારણમાં ખાસ રસ નહીં ધરાવનારા રાજીવ ગાંધીને આ ક્ષેત્રમાં ત્યારે અચાનક પ્રવેશ કરવો પડ્યો જ્યારે તેમના ભાઇ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત વર્ષ 1984માં પૂર્વ વડાંપ્રધાન અને તેમના માતા ઇંદિરા ગાંધીની હત્યા બાદ તેમણે ચૂંટણીમાં ઝંપલાવીને મોટી જીત મેળવી અને દેશના વડાપ્રધાન બન્યા. તે સમયે પણ ભારત દેશ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આજે ફરી દેશ આર્થિક સંકટમાં ઘેરાયો છે. આવા સમયે રાહુલ ગાંધીના સ્વરૂપે કોંગ્રેસ પાસે આશાનું એક કિરણ છે. જો કે આટલા સમયથી ભારતીય રાજકારણમાં સક્રિયા રહેવા છતાં રાહુલ ગાંધી પાર્ટીમાં કોઇ પરિવર્તન લાવી શક્યા નથી, એટલું જ નહીં તેઓ પોતાના પિતાની જેમ વિશ્વાસ કેળવી શકવામાં પણ નિષ્ફળ ગયા છે.

કોંગ્રેસે પાઠલા દિવસોમાં જયપુરમાં યોજાયેલા એક સંમેલનમાં રાહુલ ગાંધીને પાર્ટીના મહાસચિવ જાહેર કર્યા હતા.આમ કરવા પાછળ પાર્ટીનો હેતુ રાહુલ ગાંધીને એક મોટી ભૂમિકામાં લાવવાનો સંકેત આપ્યો હતો. જે કે ત્યાર બાદના સમયમાં કોંગ્રેસના શાસનમાં રાષ્ટ્રીય સ્તરે કૌભાંડો અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલી કેન્દ્રની યુપીએ સરકારે છેવટે પોતાનો બચાવ કરવો પડ્યો.

દેશની સમસ્યાઓમાં દેશની સાથે રહેવું

દેશની સમસ્યાઓમાં દેશની સાથે રહેવું


પાછલા બે વર્ષની વાત કરીએ તો એવી બે તકો આવી જેમાં સક્રિય રીતે પોતાના વિચારો વ્યક્ત કરીને તેઓ સમગ્ર દેશના લોકોનું ધ્યાન ખેંચવા સાથે લોકોની વચ્ચે પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત કરી શક્યા હોત. તેમણે અન્ના હજારેના જનલોકપાલ બિલની માંગણી સમયે અને બીજી વાર દિલ્હી ગેંગ રેપની દુર્ઘટના. રાહુલ ગાંધી આ બંને ઘટનાઓ સમયે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરી શક્યા ન હતા.

લોકોનો વિશ્વાસ કેળવવો

લોકોનો વિશ્વાસ કેળવવો


રાહુલે લોકોનો વિશ્વાસ કેળવવો પડશે. તેમણે લોકસંપર્ક કરવા માટે જુદો રસ્તો અપનાવ્યો. રાહુલ ગાંધી દેશની જનતાના સંપર્કમાં આવવા માટે ગરીબોના ઘરમાં ગયા, તેમના ઘરનો સુકો રોટલો ખાધો, તેમની તરફેણ કરી આમ છતાં જનતાનો વિશ્વાસ કેળવી શક્યા નથી. આવા અનેક પ્રયાસો છતાં વિશ્વાસ કેળવવામાં નિષ્ફળ રહેલા રાહુલ ગાંધી પોતાના પિતાની જેમ કેવી રીતે બની શકે તે અંગેની વાત આગળ કરવામાં આવી છે...

યુવાનોમાં લોકપ્રિયતા

યુવાનોમાં લોકપ્રિયતા


યુવાનોમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતા હતા રાજીવ ગાંધી. આનું એક કારણ છે કે 18 વર્ષે વોટ આપવાની લાયકાત અને આઇટી ક્રાંતિ લાવનારા તેઓ હતા. રાજીવ ગાંધી ઇમાનદાર અને યુવા શક્તિને પરિભાષિત કરતા હતા. આ સામે રાહુલ ગાંધીની વાત કરીએ તો તેઓ ચતુર કે ઇમાનદાર રાજકારણીની છબી અત્યાર સુધીમાં બનાવી શક્યા નથી. તેમણે પોતાના દાદી ઇંદિરા ગાંધીના માર્ગે ગરીબોના ઘરમાં ભોજન લઇને લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો માર્ગ તો પસંદ કર્યો પણ પિતાની જેમ ગરીબો તરફ પાછા વળીને જોયું નહીં. આ કારણે તેમની લોકપ્રિયતા બની શકી નથી.

આકરા પગલાં લેવાની તૈયારી

આકરા પગલાં લેવાની તૈયારી


રાહુલ ગાંધી ફ્રન્ટ ફૂટ પર આવીને પડકારોનો સમાનો કરે. દેશની સ્થિતને જાણીને તથા સમજીને આકરા પગલાં ભરવાની જરૂર હોય તો ભરે. જેના કારણે યુવાનોને તેમનામાં નેતૃત્વની ક્ષમતા જોવા મળે. કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં હોવા છતાં પાર્ટીનો યુવા વર્ગ આજે પણ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

ભાષણ શૈલી

ભાષણ શૈલી


રાજીવ ગાંધીની ભાષણ શૈલી યુવાનોની સાથે દેશના તમામ વર્ગને આકર્ષિત કરતી હતી. તેમને સાંભળવા માટે લોકો ઉત્સુક રહેતા હતા. જ્યારે રાહુલ ગાંધીના ભાષણો જનતાને આકર્ષિક કરી શકતા નથી કે તેમનામાં આશાનો સંચાર કરી શકતા નથી. તેમના ભાષણોમાં અનેકવાર અપરિપક્વતા જોવા મળે છે. આ માટે રાહુલ ગાંધીએ જનતાની વચ્ચે જઇને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરવા સિવાય અન્ય કોઇ માર્ગ નછી.

લોકોની સહાનુભૂતિ વોટ તરીકે મળી

લોકોની સહાનુભૂતિ વોટ તરીકે મળી


ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને વોટના સ્વરૂપમાં દેશભરમાંથી સહાનુભૂતિ મળી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં આતંકવાદનો ઉલ્લેખ કરીને આતંકવાદની સમસ્યા કેવી હોય છે તે પોતે સારી રીતે સમજે છે તેવી સહાનુભૂતિ મેળવવા પોતાના પિતાની હત્યા પણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હોવાનું અનેકવાર જણાવી ચૂક્યા છે. આ કારણે આતંકવાદની સમસ્યા મુદ્દે તો જનતા તેમને માફ કરી શકે છે પણ દેશની ખરાબ આર્થિક સ્થિતિ માટે લોકો તેમને માફ નહીં કરે.

લોકોની સહાનુભૂતિ વોટ તરીકે મળી

લોકોની સહાનુભૂતિ વોટ તરીકે મળી


ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને વોટના સ્વરૂપમાં દેશભરમાંથી સહાનુભૂતિ મળી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં આતંકવાદનો ઉલ્લેખ કરીને આતંકવાદની સમસ્યા કેવી હોય છે તે પોતે સારી રીતે સમજે છે તેવી સહાનુભૂતિ મેળવવા પોતાના પિતાની હત્યા પણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હોવાનું અનેકવાર જણાવી ચૂક્યા છે. આ કારણે આતંકવાદની સમસ્યા મુદ્દે તો જનતા તેમને માફ કરી શકે છે પણ દેશની ખરાબ આર્થિક સ્થિતિ માટે લોકો તેમને માફ નહીં કરે.

નિવેદનબાજી

નિવેદનબાજી


રાજીવ ગાંધીએ ઇંદિરા ગાંધીની હત્યા બાદ સિખોની કરવામાં આવેલી કત્લેઆમ અંગે જણાવ્યું હતું કે જ્યારે કોઇ મોટું વૃક્ષ પડે છે ત્યારે ધરતી હાલે છે. રાહુલ પણ પિતાના પગલે અનેકવાર વિવાદિત ભાષણ આપી ચૂક્યા છે.આ કારણે હવે રાહુલે સમજી વિચારીને નિવેદનો આપવાની જરૂર છે.

આતંકવાદનો સામનો

આતંકવાદનો સામનો


રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીમાં એક સમાનતા એ છે કે બંનેએ આતંકવાદનો સામનો કર્યો છે. આતંકવાદને કારણે રાજીવ ગાંધીએ પોતાના માતાને ગુમાવ્યા છે તો રાહુલ ગાંધીએ પોતાના પિતાને ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી દેશમાં આતંકવાદને નાથવા માટે કોઇ નીતિ કે ઉપાય સૂચવીને લોકમાં પ્રિય બની શકે છે.

English summary
How Rahul Gandhi can become like Rajeev Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X