કર્ણાટકમાં 5 ફ્રી યોજનાઓનો લાભ કેવી રીતે મળશે? ડીટેલ્સમાં જાણો
કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં સત્તા પર આવતાની સાથે જ પોતાના પાંચ ચૂંટણી વચનો પૂરા કરવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે પાંચ ગેરંટી યોજનાઓને લાગુ કરવાની જાહેરાત કરી હતી જેનું કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા વચન આપ્યું હતું.
આ નાણાકીય વર્ષથી જ કોંગ્રેસ સરકારે અનુમાન લગાવ્યું છે કે આ મફત યોજનાઓના અમલીકરણ પર દર વર્ષે આશરે રૂ. 50,000 કરોડનો ખર્ચ થઈ શકે છે.

સિદ્ધારમૈયાની કેબિનેટે શુક્રવારે તમામ ગેરંટીઓની વિગતવાર ચર્ચા કરી હતી અને કોઈપણ જાતી કે ધર્મના ભેદભાવ વિના તેને ચાલુ નાણાકીય વર્ષમાં લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આવો જાણીએ કઈ છે આ યોજનાઓ અને અન્ય કઈ રીતે જનતા આ યોજનાઓનો લાભ લઈ શકશે?
કોંગ્રેસની પાંચ મફત યોજનાઓ
- ગૃહ જ્યોતિ યોજના હેઠળ તમામ પરિવારોને 200 યુનિટ મફત વીજળી
- દરેક પરિવારની મહિલા વડાને ગૃહ લક્ષ્મી યોજના હેઠળ 2,000 માસિક સહાય
- અન્ના ભાગ્ય હેઠળ BPL પરિવારના દરેક સભ્યને 10 કિલો મફત ચોખા
- બેરોજગાર સ્નાતક યુવાનોને દર મહિને રૂ. 3,000 અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને રૂ. 1,500 યુવા નિધિ યોજના હેઠળ આપવામાં આવશે, જોકે વય મર્યાદા 18-25 વર્ષની છે.
- શક્તિ યોજના હેઠળ જાહેર પરિવહન બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા
ગૃહ લક્ષ્મી યોજના
ગૃહ લક્ષ્મી યોજના હેઠળ ઘરના વડાને પૈસા આપવામાં આવશે. આ માટે લાભાર્થીઓએ તેમની આધાર વિગતો અને બેંક એકાઉન્ટ નંબર ઓનલાઈન સબમિટ કરવાનો રહેશે. આ યોજના માટે અરજી 15 જૂનથી 15 જુલાઈ સુધી સબમિટ કરવાની રહેશે. આ રકમ 15 ઓગસ્ટે મહિલાના ખાતામાં જમા કરવામાં આવશે.
અન્ન ભાગ્ય યોજના
અન્ના ભાગ્ય યોજના હેઠળ 1 જુલાઈથી તમામ BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને 10 કિલો અનાજ આપવામાં આવશે.
ગૃહ શક્તિ યોજના
ગૃહ શક્તિ યોજના 11 જૂનના રોજ શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત તમામ મહિલાઓ એસી બસો અને નોન-એસી સ્લીપર બસો સિવાય રાજ્યની તમામ સરકારી બસોમાં મફત મુસાફરીનો લાભ લઈ શકશે.
યુવા નિધિ યોજના
યુવા નિધિ યોજના હેઠળ, બેરોજગારોને દર મહિને 3,000 અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને 1,500 આપવામાં આવશે જેમણે 2022-23માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.












Click it and Unblock the Notifications
